હોમ પેજ / રેસિપી / મેથી પાલક સ્કવેર્સ

Photo of Methi palak squares by Shraddha Patel at BetterButter
398
3
0.0(0)
0

મેથી પાલક સ્કવેર્સ

Sep-07-2018
Shraddha Patel
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પાલક સ્કવેર્સ રેસીપી વિશે

આ એક અનોખી અને માઉથ વોટરિંગ ડીશ છે જે નાસ્તા મા લઇ શકાય તે ઉપરાંત સ્ટાર્ટર્સ તરીકે પણ લઇ શકાય. બાળકો મેથી પાલક નથી ખાતા તો એના માટે પણ આ બેસ્ટ ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ઝીણી સમારેલી પાલક
  2. એક કપ ઝીણી સમારેલી મેથી
  3. અડધો કપ ચણા નો લોટ
  4. અડધો કપ ચોખા નો લોટ
  5. એક ચમચી મરી પાવડર
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. એક ચમચી હળદર
  8. અડધું લીંબુ
  9. એક કપ છાસ
  10. એક ચમચી ચાટ મસાલા
  11. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેથી અને પાલક ને ઝીણી સમારી લો.
  2. હવે એક વાસણ મા ચણા નો લોટ અને ચોખા નો લોટ લો. તેમાં સમારેલી મેથી અને પાલક ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, હળદર, લીંબુ નો રસ અને છાસ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો.
  3. હવે એક કઢાઈ મા એક ચમચી તેલ લઇ ખીરું ઉમેરી ઊંચી આંચ પર બે થી ત્રણ મિનિટ માટે હલાવતા રહો. ત્યારબાદ મિશ્રણ જાડું થઈ જશે.
  4. હવે એક થાળી મા તેલ લગાવી મિશ્રણ એકસરખું ફેલાવી લઇ ચોકર કટકા મા કાપી લો.
  5. હવે આ કટકા ને ગરમ તેલ મા ક્રિસ્પી એવા તળી લો. ત્યારબાદ તેના પર ચાટ મસાલો છાંટો અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર