હોમ પેજ / રેસિપી / કવીક પનીર સબ્જી

Photo of Quick Paneer Sabji by Rani Soni at BetterButter
966
6
0.0(0)
0

કવીક પનીર સબ્જી

Sep-07-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કવીક પનીર સબ્જી રેસીપી વિશે

કવીક પનીર એ ટમેટા ,ડુંગળી, કાજુ પેસ્ટ સાથે તૈયાર કરવામાં આવી છે, જે ક્રીમ અને પનીર સાથે તૈયાર થાય છે. તેમજ સંપૂર્ણ મસાલા અને આદુ લસણ પેસ્ટ સાથે મસાલેદાર બને છે. તે ખાસ કરીને તંદૂરી રોટી,નાન,જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે,ઝડપી બની જતી આ વાનગી નો ચોકકસ પ્રયાસ કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 150 ગ્રામ પનીર
  2. 1 ચમચી કાશમીરી લાલ મરચું પાવડર
  3. 1/4 ચમચી હળદર
  4. 1/2 ધાણાજીરુ પાવડર
  5. 1/2 ચમચી કિચનકિંગ મસાલો
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. 1 /2 ચમચી કસુરી મેથી
  8. 1 ચમચી મલાઈ
  9. મીઠું - સ્વાદ મુજબ
  10. 2 ચમચી તેલ
  11. ગ્રેવી માટે :
  12. 1 ડુંગળી
  13. 3 ટામેટા
  14. 1 લીલું મરચું
  15. 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  16. 8 થી 10 કાજુ
  17. સજાવવા માટે:
  18. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. ગ્રેવી માટે ઉલ્લેખિત તમામ સામગ્રી મિકસર જાર માં લો
  2. થોડું પાણીનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવો
  3. અેક પેન માં તેલ લો અને ગરમ કરો
  4. તેમાં બનાવેલ પેસ્ટ નાંખી
  5. 5 મિનીટ ઢાંકણ ઢાંકી લો
  6. હવે તેમાં લાલ મરચું પાવડર,હળદર,ધાણાજીરુ પાવડર,મીઠું કિચનકિંગ મસાલો નાંખો
  7. સારી રીતે મિકસ કરો
  8. 2 મિનીટ પછી પનીર ના ટુકડા,મલાઈ,કસુરી મેથી,ગરમ મસાલો ઉમેરી 1 મિનીટ ઢાંકી લો
  9. કોથમીર નાંખી પિરસો તૈયાર છે કવીક પનીર સબ્જી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર