હોમ પેજ / રેસિપી / સેવ ટામેટા નું શાક

Photo of Sev Tomato vegetable (sabji) by Krupa Shah at BetterButter
489
2
0.0(0)
0

સેવ ટામેટા નું શાક

Sep-08-2018
Krupa Shah
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ટામેટા નું શાક રેસીપી વિશે

સેવ ટામેટા નું શાક એકદમ ઝડપ થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લગે. આ શાક માં મીઠો અને તીખો બેવ સ્વાદ આવે એટલે કે એકદમ ચટાકેદાર બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ મધ્યમ કદ ના ટામેટા ના ટુકડા
  2. ૨ નાની ચમચી તેલ
  3. ૧/૨ નાની ચમચી રાય
  4. ૧/૨ નાની ચમચી જીરું
  5. ૧/૪ નાની ચમચી મેથી
  6. ૧/૮ નાની ચમચી હિંગ
  7. ૧/૨ નાની ચમચી હળદર
  8. ૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  9. ૨ નાની ચમચી ધાણા જીરુ પાવડર
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. ૨ મોટી ચમચી ગોળ
  12. સેવ સર્વ કરવા માટે

સૂચનાઓ

  1. એક પેન માં તેલ મૂકી એમાં રાઈ, જીરુ અને મેથી ઉમેરીને ગરમ કરો.
  2. રાય તતળે એટલે બધા સુકા મસાલા અને મીઠું નાંખી દો.
  3. સમારેલા ટામેટાં નાખી થોડી વાર ચડવા દો.
  4. હવે ગોળ નાખી દો અને ટામેટા ચડી જાય ત્યાં સુધી ગરમ કરો.
  5. એક ડીશ માં ટામેટાં નું શાક મુકો અને એની ઉપર સેવ ભભરાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર