Open in app

વઘારેલો નારિયેળ વાળો દહીં ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Ankita Tahilramani8th Sep 2018

Coconut Curd Rice ના વિશે

Ingredients to make Coconut Curd Rice in gujarati

  • 1 વાટકો ચોખા
  • 1 મોટો વાટકો દહીં
  • દૂધ ની મલાઈ 2 નાની ચમચી
  • નમક સ્વાદ અનુસાર
  • દાડમ નાં દાણા 1 મોટો ચમચો
  • લીલા મરચા 2 નંગ
  • ચણા ની દાળ અને સફેદ અળદ દાળ 1 ચમચી
  • રાઈ 1 નાની ચમચી
  • કળી પત્તા 8-10
  • આખા લાલ મરચા 2 નંગ
  • ચપટી હિંગ
  • નારિયેળ નું બૂરું 1 મોટી ચમચી
  • 1 મોટી ચમચી તેલ વઘાર માટે.

How to make Coconut Curd Rice in gujarati

  1. ચોખા ધોઈ ને તેને ડાઇરેકટ ડબલ પાણી થી થોડુ વધારે નાખી અને નમક નાખી કૂકર મા 4-5 વહીસ્લ વાગે એટલે ગેસ બંધ કરી દયો.
  2. ત્યાં સુધી લીલા મરચા અને કોથમરી ઝીણી સમારો અને દાડમ નાં 1 મોટી ચમચી જેટલા દાણા કાઢો.
  3. હવે એક મોટા વાટકા મા દહીં, ભાત, દૂધ ની મલાઈ,દહીં નાં જરૂર મુજબ નમક ,દાડમ નાં દાણા,નારિયેળ નું બૂરું અને કોથમરી નાખી મિક્સ કરો. તૈયાર છે દહીં ભાત નું મિશ્રણ.
  4. હવે વઘાર કરવા માટે તેલ ગરમ કરો.
  5. એમા રાઈ નાખો.
  6. પછી તેમાં ચણા દાળ અને અળદ દાળ નાખો ને તેને સેજ કોફી કલર થવા દયો.
  7. પછી તેમાં આખા લાલ મરચા નાખો.
  8. સમારેલા લીલા મરચા અને કરી પત્તા નાખો.
  9. હિંગ નાખો. તૈયાર છે તમારો વઘાર.
  10. તૈયાર વઘાર દહીં અને ભાત નાં બનાવેલ મિશ્રણ મા નાખો ને સરખું હલાવો.
  11. કોથમરી થી સજાવી ને પીરસો!

Reviews for Coconut Curd Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coconut Curd Rice in gujarati