હોમ પેજ / રેસિપી / લચ્છા પોટેટો ચીઝી પેનકેક

Photo of Laccha potato cheesy pancake by Urvashi Belani at BetterButter
578
5
0.0(0)
0

લચ્છા પોટેટો ચીઝી પેનકેક

Sep-08-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લચ્છા પોટેટો ચીઝી પેનકેક રેસીપી વિશે

આ રેસીપી માં બટાકા ની મોટી કતરણ કરી તેમાં ચીઝ અને મસાલા નાખી પેનકેક બનાવ્યા છે. આ રેસીપી ફટાફટ 20 મિનિટ માં બની જાય છે અને અંદર ચીઝ હોવાથી બાળકો ને બહુ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 બટાકા
  2. 1/2 કપ છીણેલું પ્રોસેસ ચીઝ
  3. 1/2 ચમચી કાળી મરી પાવડર
  4. 1/2 ચમચી ઓરીગનો
  5. સ્વાદાનુસાર મીઠું
  6. કોથમીર

સૂચનાઓ

  1. બટાકા ને મોટી કતરણ માં છીણ કરી ને પાણી માં નાખો.
  2. હવે પાણી માંથી કાઢી તેમાં ચીઝ, કાળી મરી, મીઠું, ઓરીગનો, કોથમીર નાખી મિક્સ કરો.
  3. હવે નોનસ્ટિક તવા પર થોડું તેલ નાખી મિશ્રણ તવા પર નાખો અને ગોળ આકાર આવે તે રીતે ચમચા ની મદદ થી સેટ કરો.
  4. ધીમી આંચ પર થવા દો.
  5. 2 મિનિટ પછી પલટી નાખો. જરૂરત હોય તો થોડું તેલ નાખો.
  6. આ રીતે બન્ને બાજુ થી ધીમી આંચ પર બરાબર શેકી લો.
  7. ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર