હોમ પેજ / રેસિપી / ભીંડા ના પકોડા

Photo of Okra Pakoda by Rani Soni at BetterButter
406
3
0.0(0)
0

ભીંડા ના પકોડા

Sep-08-2018
Rani Soni
7 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીંડા ના પકોડા રેસીપી વિશે

ભીંડા નું શાક તો ખાદું જ હશે.બનાવો ભીંડા ના પકોડા કરકરા અને મજેદાર નાસ્તાની આ વાનગી.જે સ્વાદિષ્ટ લાગે છે. આ અસામાન્ય વાનગીનો સ્વાદ મજેદાર છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • પંજાબી
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ ઝીણા સમારેલા ભીંડા
  2. 1 નાની ડુંગળી સમારેલ
  3. 1 કપ ચણાનો લોટ
  4. 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ
  5. 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  6. 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
  7. 1/4 ટીસ્પૂન હળદર
  8. 1/4 ટીસ્પૂન જીરા પાવડર
  9. 1/2 ટીસ્પૂન ધાણા પાવડર
  10. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર
  11. 2 ટીસ્પૂન ગરમ તેલ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. તેલ તળવા માટે
  14. 1/2 ટીસ્પૂન ચાટ મસાલો ભભરાવા માટે
  15. 1-2 ચમચી પાણી

સૂચનાઓ

  1. એક બાઉલમાં તેલ અને ચાટ મસાલા સીવાયની બાકીની બીજી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો
  2. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ તળવા માટે ગરમ કરો
  3. તેલમાં મધ્યમ તાપ પર પકોડા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
  4. ટીશ્યુ પેપર પર કાઢી લો
  5. પકોડા પર ચાટ મસાલો ભભરાવીને હલકા હાથે મિક્સ કરી લો
  6. ભીંડા ના પકોડા તૈયાર છે
  7. મનગમતી ચટણી જોડે તરત જ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર