હોમ પેજ / રેસિપી / પનીર ટામેટા નું શાક

Photo of Tomato greavy with paneer by Alka Tulsani at BetterButter
275
4
0.0(0)
0

પનીર ટામેટા નું શાક

Sep-08-2018
Alka Tulsani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટામેટા નું શાક રેસીપી વિશે

સિમ્પલ અને ક્વિક આ શાક રોટલી ભાત બ્રેડ પાઉં કોઈ પણ સાથે ખાઈ શકાય એવું ટેસ્ટી. તો તમે પણ જરૂર થી બનાવો પનીર ટામેટા નું શાક.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • પંજાબી
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ટામેટા 6નંગ
  2. પનીર 5થી 6નાના ટુકડા
  3. ઝીણા સમારેલ લીલા મરચા 2નંગ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. જીરું 1નાની ચમચી
  6. મરચું 1/2ચમચી
  7. હળદર 1/2ચમચી
  8. ધાણાજીરુ
  9. ધાણાભાજી
  10. ગોળ 1ચમચી (ના નાખો તો પણ ચાલે)

સૂચનાઓ

  1. પનીર ના હોય તો તેની જગ્યા એ બાફેલા બટાકા પણ લઇ શકાય આને ખાલી ટામેટા નું શાક પણ ખુબ જ સારું લાગે છે
  2. કડાઈ માં 4 ચમચી તેલ નાખી જીરું સાંતળો
  3. પછી લીલા મરચા નાખો
  4. ટામેટા ને ચોપ્પર માં ચોપ કરી તેલ કડાઈ માં ઉમેરો
  5. ઝડપી આંચ પર મીઠું નાખી હલાવતા રહો
  6. પાણી બળી જાય એટલે લાલ મરચું પાવડર, ગોળ, અને ધાણાભાજી નાખી ગેસ બંધ કરી દો
  7. હવે બીજી બાજુ પનીર ને કડક તળી લો
  8. બાકી નું તેલ કાઢી હળદર, ધાણાજીરું, મરચું નાખી હલાવો
  9. આને શાક માં ઉમેરો. તૈયાર છે ટામેટા પનીર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર