BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બ્રેડ કરુટોન્સ અને બટેટા ની કાતરી નો ચાટ

Photo of Bread croutons and fine potato chips chaat by Krupa Shah at BetterButter
0
3
0(0)
0

બ્રેડ કરુટોન્સ અને બટેટા ની કાતરી નો ચાટ

Sep-09-2018
Krupa Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ કરુટોન્સ અને બટેટા ની કાતરી નો ચાટ રેસીપી વિશે

આ વાનગી માં બ્રેડ ને નાનાં નાનાં ત્રિકોણ કાપી ને તળી લીધા છે અને બટેટાની કાતરી પણ તળી લીધી છે. આ બેવ સામગ્રી વાપરીને એક ઝટપટ ચાટ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩ બ્રેડ ના નાના ત્રિકોણ
  2. ૧/૨ કપ બટેટાની કાતરી/સળી
  3. ૧ મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી
  4. ૧ મોટી ચમચી લાલ રંગનું કેપ્સિકમ
  5. ૧ મોટી ચમચી પીળા રંગનું કેપ્સિકમ
  6. ૧ મોટી ચમચી લીલાં રંગનું કેપ્સિકમ
  7. ૧ મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
  8. ૧ મોટી ચમચી ઝીણું સમારેલું ટામેટું
  9. ચાટ મસાલો જરૂર મુજબ
  10. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  11. ગળી ચટણી આવશ્યકતા અનુસાર
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બ્રેડ ના ત્રિકોણ ગરમ તેલ માં તળી લો.
  2. બટેટાની કાતરી પણ તળી લો અને એના ઉપર જરૂર મુજબ મીઠું અને લાલ મરચું ભભરાવી દો.
  3. સર્વિંગ બોલ્સ લો એમાં પેહલા બ્રેડ કરુટોન્સ મુકો.
  4. એના ઉપર બટેટા ની કાતરી, સમારેલા કેપ્સિક્યુમ્સ, ટામેટા મુકો.
  5. એના ઉપર ફરી એકવાર બ્રેડ કરુટોન્સ મુકો, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ભભરોવો.
  6. હવે ગળી ચટણી, ઝીણી સેવ નાખો.
  7. હવે કોથમીર, બ્રેડ કરુટોન્સ અને બટેટાની કાતરી નાખીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર