હોમ પેજ / રેસિપી / મોલ્ટન ચોકો કૅક જાર

Photo of Moltan choco cake jar by Shraddha Patel at BetterButter
300
3
0.0(0)
0

મોલ્ટન ચોકો કૅક જાર

Sep-10-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોલ્ટન ચોકો કૅક જાર રેસીપી વિશે

આ ડેઝર્ટ મા લઇ શકાય એવી અને ખુબજ ટેસ્ટી કૅક જાર છે. જે ખુબજ ઝડપ થી બની જશે. નાના મોટા બધા ને પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. ત્રણ ચમચી મેંદો
  2. ચાર ચમચી પાવડર ખાંડ
  3. એક ચમચી કોકો પાવડર
  4. અડધી ચમચી ડ્રિન્કીંગ ચોકોલેટ
  5. એક મોટી ચપટી બેકિંગ પાવડર
  6. એક નાની ચપટી બેકિંગ સોડા
  7. ચાર ચમચી દૂધ
  8. એક ચમચી તેલ
  9. ચાર ચમચી ચોકોલેટ સિરપ
  10. એક ચોકો ચિપ્સ કુકી
  11. બે થી ત્રણ ટીપા વેનીલા એસેન્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રૂફ જાર લો. અને તેમાં મેંદો ઉમેરો. અને ખાંડ નો પાવડર ઉમેરો.
  2. ત્યારબાદ તેમાં કોકો પાવડર અને ડ્રિન્કીંગ ચોકોલેટ ઉમેરો.
  3. હવે તેમાં બેકિંગ પાવડર ઉમેરો.
  4. ત્યારબાદ બેકિંગ સોડા ઉમેરો. અને બધું બરાબર મિક્સ કરો.
  5. ત્યારબાદ તેમાં દૂધ, તેલ અને વેનીલા એસેન્સ ઉમેરો.
  6. બધું ફોર્ક ની મદદ થી મિક્સ કરી લો. ગાંઠ ના રહેવી જોઈએ.
  7. હવે એક મિનિટ માટે માઇક્રોવેવ મા મૂકો. અહીં 1100w નું માઇક્રોવેવ હોવાથી એક મિનિટ માટે રાખ્યું છે. કૂક થવા માટે નો સમય માઇક્રોવેવ પર રેહશે.
  8. હવે માઇક્રોવેવ માંથી જાર બહાર લઇ તેના પર ચોકોલેટ સિરપ નાખો. ત્યારબાદ તેના પર કુકી નો ભૂકો કરી ને નાખો અને ગરમ ગરમ કૅક ની મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર