Open in app

મોલ્ટન ચોકો કૅક જાર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  1 people
Shraddha Patel10th Sep 2018

Moltan choco cake jar ના વિશે

Ingredients to make Moltan choco cake jar in gujarati

  • ત્રણ ચમચી મેંદો
  • ચાર ચમચી પાવડર ખાંડ
  • એક ચમચી કોકો પાવડર
  • અડધી ચમચી ડ્રિન્કીંગ ચોકોલેટ
  • એક મોટી ચપટી બેકિંગ પાવડર
  • એક નાની ચપટી બેકિંગ સોડા
  • ચાર ચમચી દૂધ
  • એક ચમચી તેલ
  • ચાર ચમચી ચોકોલેટ સિરપ
  • એક ચોકો ચિપ્સ કુકી
  • બે થી ત્રણ ટીપા વેનીલા એસેન્સ

How to make Moltan choco cake jar in gujarati

  1. સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રૂફ જાર લો. અને તેમાં મેંદો ઉમેરો. અને ખાંડ નો પાવડર ઉમેરો.
  2. ત્યારબાદ તેમાં કોકો પાવડર અને ડ્રિન્કીંગ ચોકોલેટ ઉમેરો.
  3. હવે તેમાં બેકિંગ પાવડર ઉમેરો.
  4. ત્યારબાદ બેકિંગ સોડા ઉમેરો. અને બધું બરાબર મિક્સ કરો.
  5. ત્યારબાદ તેમાં દૂધ, તેલ અને વેનીલા એસેન્સ ઉમેરો.
  6. બધું ફોર્ક ની મદદ થી મિક્સ કરી લો. ગાંઠ ના રહેવી જોઈએ.
  7. હવે એક મિનિટ માટે માઇક્રોવેવ મા મૂકો. અહીં 1100w નું માઇક્રોવેવ હોવાથી એક મિનિટ માટે રાખ્યું છે. કૂક થવા માટે નો સમય માઇક્રોવેવ પર રેહશે.
  8. હવે માઇક્રોવેવ માંથી જાર બહાર લઇ તેના પર ચોકોલેટ સિરપ નાખો. ત્યારબાદ તેના પર કુકી નો ભૂકો કરી ને નાખો અને ગરમ ગરમ કૅક ની મજા લો.

Reviews for Moltan choco cake jar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moltan choco cake jar in gujarati