હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ મેંદુ વડા

Photo of Instant Medu Vada by Rani Soni at BetterButter
566
6
0.0(0)
0

ઈન્સ્ટન્ટ મેંદુ વડા

Sep-10-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી વિશે

જાણો ઈન્સ્ટન્ટ મેંદુ વડા બનાવવાની રીત. અચાનક કોઈ મહેમાન આવવાના હોય અને મેંદુ વડા બનાવવાનો વિચાર આવતો હોય તો એવા સમયમાં અડદની દાળ પલાળવાનો સમય નથી મળતો. સારી વાત અે છે કે તમે અડદની દાળ પલાળ્યા વિના પણ ઈન્સ્ટન્ટ મેંદુ વડા બનાવી શકો છો.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 3

  1. 6 બ્રેડ સ્લાઇસ
  2. 3/4 કપ દહીં
  3. 1/2 કપ ચોખાનો લોટ
  4. 1/4 કપ રવો
  5. 1/2 ડુંગળી સમારેલી
  6. ચપટી બેકિંગ સોડા
  7. 1/8 નાની ચમચી જીરું
  8. 1 ઇંચ આદુ છીણેલું
  9. 1 ચમચી કોથમીર સમારેલ
  10. 4-5 લીમડા ના પાન
  11. 2 લીલાં મરચાં સમારેલ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. તેલ તળવા

સૂચનાઓ

  1. અેક બાઉલ માં બ્રેડ ની સ્લાઇસ લો અને તેના હાથ થી નાના ટુકડા કરી લો.
  2. તેમાં ચોખાનો લોટ, રવો, દહીં ,જીરું, ડુંગળી, આદુ, લીમડા ના પાન, કોથમીર ,બેકિંગ સોડા અને મીઠું ઉમેરો.
  3. બરાબર મિકસ કરી લો કણક બનાઈ લો.
  4. જો તમને લાગે કે કણક શુષ્ક છે,તો તમે તેમાં માટે 1 થી 2 ચમચી દહીં ઉમેરી શકો છો.
  5. હવે કણક માંથી હાથમાં નાનો બોલ લઈ તેને ટિક્કીનો આકાર આપો.
  6. એક આંગળી થી હળવેથી વચ્ચે કેન્દ્રમાં એક છિદ્ર બનાવો.
  7. તેલ ને ગરમ કરો અને મેદું વડા ને મધ્યમ જ્યોત પર તળો.
  8. બંને બાજુઓ પર તળો જ્યાં સુધી તેઓ સોનારી બદામી થઈ જાય.
  9. આમ તમામ મેદું વડા બનાવતા જાઓ અને તળતા જાવો.
  10. ચટણી સાથે ગરમ ઈન્સ્ટન્ટ મેંદુ વડા પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર