હોમ પેજ / રેસિપી / મેક્સીકન ફ્રેન્ચ ફ્રાઈસ

Photo of Mexican french fries by Shraddha Patel at BetterButter
585
2
0.0(0)
1

મેક્સીકન ફ્રેન્ચ ફ્રાઈસ

Sep-10-2018
Shraddha Patel
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સીકન ફ્રેન્ચ ફ્રાઈસ રેસીપી વિશે

ફ્રેન્ચ ફ્રાઈસ ને મેક્સીકન ટચ આપી ને એક નવું જ અને ખુબજ ટેસ્ટી વેરિએશન તૈયાર કર્યું છે. સ્ટાર્ટર્સ તરીકે અથવા સાંજે ચા સાથે પણ લઇ શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સ્ટર ફ્રાય
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. બે નંગ બટાકા
  2. નાની સાઈઝ ના ગ્રીન, રેડ અને યેલ્લો કેપ્સિકમ
  3. બે નંગ લીલી ડુંગળી પાન સાથે
  4. બે નંગ તીખી મરચી
  5. ચાર ચમચી સાલસા સૉસ
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી બટાકા ને ધોઈ ને લાંબી ફ્રાઈસ કાપી લો. અને ક્રિસ્પી એવી તળી લો.
  2. હવે કેપ્સિકમ ને લાંબા ફ્રેન્ચ ફ્રાઈસ ની સાઈઝ મા કાપી લો. અને લીલી ડુંગળી ને પાન સહીત બારીક સમારી લો. મરચી ને બે ચિરા મા કાપો અને બી નીકાળી લો.
  3. હવે એક પૅન મા બે ચમચી તેલ ગરમ કરો.
  4. ત્યારબાદ તેમાં ડુંગળીનો કટ કરેલો વ્હાઇટ પાર્ટ ઉમેરો. ત્યારબાદ મરચી અને કાપેલા કેપ્સિકમ ઉમેરો. ત્યારબાદ તેમાં સાલસા સૉસ ઉમેરો અને એક મિનિટ માટે સ્ટર ફ્રાય કરો.
  5. ત્યારબાદ તેમાં તળેલી ફ્રેન્ચ ફ્રાઈસ ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને એક મિનિટ માટે સ્ટર ફ્રાય કરી લો. ત્યારબાદ ફ્રાઈસ ને પ્લેટ મા લઇ ઉપર થી લીલી ડુંગળી નો કાપેલો ગ્રીન પાર્ટ ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર