હોમ પેજ / રેસિપી / ઉપમા વીથ બીટ સ્લાઈસ

Photo of Upma with beet slice by Rani Soni at BetterButter
302
2
0.0(0)
0

ઉપમા વીથ બીટ સ્લાઈસ

Sep-10-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉપમા વીથ બીટ સ્લાઈસ રેસીપી વિશે

ઉપમા અે જલદી બની જતી વાનગી છે.અહીં મે ઉપમા બનાઈ બીટ સ્લાઈસ ઉપર મૂકી છે.જે હેલ્ધી પણ બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રવો
  2. 2 ચમચી તેલ/ઘી
  3. 1 નાની ચમચી રાય
  4. ½ ચમચી ચણા દાળ
  5. ½ ચમચી અડદ દાળ
  6. 8-9 લીમડાના પાન
  7. 1/2 ડુંગળી સમારેલ
  8. 2 લીલા મરચા સમારેલ
  9. 3 કપ પાણી
  10. મીઠું જરૂર મુજબ
  11. ½ ચમચી લીંબુનો રસ
  12. 2 ચમચી કોથમીર
  13. બીટ ની પાતળી સ્લાઈસ 6-7

સૂચનાઓ

  1. કડાઈમાં રવો શેકી લો 2 મિનિટ માટે અને બાજુ પર મૂકો
  2. અેજ કઢાઈ માં તેલ/ ઘી મૂકી ગરમ કરી
  3. રાઈ મૂકી તતડાવો
  4. હવે તેમાં ચણા દાળ,અડદદાળ, 2-3 પાન લીંમડો નાખો અને સાંતળો
  5. ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો
  6. લીલા મરચાં નાંખી સાંતળો
  7. પાણી નાખી ઉકાળો
  8. જયારે પાણી ઉકળે એટલે તેમાં રવો નાંખો
  9. હવે હલાવો જેથી કરીને ગંઠા ન પડે
  10. લીબૂં નો રસ નાંખી ઢાંકીને ધીમી આંચે ચડવા દો
  11. ચડી જાય એટલે ગેસ બંધ કરો
  12. ઉપમા તૈયાર છે
  13. ઉપમા ને પાઈપિંગ બેગ માં ભરી મનગમતી નોઝલ લગાઈ
  14. મનગમતી ડિઝાઈન બીટ ની સ્લાઈસ પર પાડી લો
  15. તેના ઉપર કોથમીર, લીંમડા ના પાન, બીટ ની સ્લાઈસ મૂકી પિરસો
  16. તૈયાર છે ઉપમા વીથ બીટ સ્લાઈસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર