હોમ પેજ / રેસિપી / કસૂરી મેથી મુઠિયા

Photo of Kasuri Methi Muthia by Rani Soni at BetterButter
733
2
0.0(0)
0

કસૂરી મેથી મુઠિયા

Sep-11-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કસૂરી મેથી મુઠિયા રેસીપી વિશે

કસુરી મેથી મુઠિયા અે લોટ તેમજ મસાલા નાંખી બનાવેલ નાસ્તો છે.સામાન્ય રીતે તાજી મેથી નાંખી ને મુઠિયા બનાવાય છે પણ અહીં કસૂરી મેથી નો ઉપયોગ કરયો છે જે સ્વાદ થી ભરપૂર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ કસૂરીમેથી
  2. 1/4 કપ બેસન
  3. 1/4 કપ ઘઉં નો લોટ
  4. 1/2 ચમચી આદુ મરચાં પેસ્ટ
  5. 1/4 ચમચી લાલ મરચું પાવડર
  6. 1 મોટી ચમચી તેલ
  7. 1 ચપટી ખાવાનો સોડા
  8. 1 નાની ચમચી લીંબુનો રસ
  9. 1/4 ચમચી હળદર
  10. સ્વાદમુજબ મીઠું
  11. 1 ચમચી દળેલી ખાંડ
  12. 2-3 ચમચી પાણી
  13. તેલ તળવા માટે
  14. પિરસવા :કેચઅપ,કોથમીર

સૂચનાઓ

  1. કસૂરી મેથી ને પાણી થી ધોઇ નિતારી લો
  2. કસૂરી મેથી અને બાકીની તમામ સામગી્ બાઉલમાં લઇ
  3. આશરે 2-3 ચમચી પાણીનો ઉપયોગ કરીને સોફ્ટ કણક બાંધો
  4. મિશ્રણને 10-12 સમાન ભાગમાં વિભાજીત કરી
  5. દરેક ભાગને ગોળ આકાર આપો
  6. કઢાઈમાં તેલ ગરમ કરી
  7. મુઠિયા ને ફ્રાય કરો મધ્યમ જ્યોત પર
  8. જ્યાં સુધી તેઓ બધી બાજુઓમાંથી બદામી રંગ થાય ત્યાં સુધી
  9. કેચઅપ અને કોથમીર સાથે ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર