હોમ પેજ / રેસિપી / વેજ સૂજી અપમ

Photo of Vegetable Sooji Appam by Ankita Tahilramani at BetterButter
604
2
0.0(0)
0

વેજ સૂજી અપમ

Sep-11-2018
Ankita Tahilramani
12 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ સૂજી અપમ રેસીપી વિશે

અપમ એક ભારતીય વાનગી છે. છોકરાઓ ને ગમે તેવી અને ટિફિન બોક્સ મા આપી શકાય તેવી આ અનોખી વાનગી ફક્ત 20 મિનીટ ની અંદર તૈયાર થઈ જાય છે. અપમ પેહલી વખત મારા ફ્રેન્ડ નાં ઘરે ખાધેલું અને ખૂબ જ પસંદ આવેલા તયારે બનાવતા મે ગુગલ પર થી શિયખુ. આ રીત મા મે શાકભાજી મા ફક્ત ગાજર અને ડુંગળી લીધેલી જે મારા પાસે હાજર હતાં. તમે લીલા મરચા, લીલા વટાણા, બીટ જેવા શાકભાજી ઉમેરી શકો. તો ચાલો જોઇયે અત્યન્ત સરળ અને ઝડપ થી બની જતી આ વાનગી ની રીત...!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. સૂજી 1 કપ
  2. દહીં 1/2 કપ
  3. નમક સ્વાદ અનુસાર
  4. તેલ અપમ તવા પર નાખવા માટે અને વઘાર માટે
  5. જીના સુધરેલા શાકભાજી ( ગાજર, ડુંગળી)
  6. રાય 1/2 નાની ચમચી
  7. ઇનો / ફૃટ સોલ્ટ 1/8 નાની ચમચી
  8. 2 મોટા ચમચા પાણી
  9. પીરસવા માટે ટામેટા ની ચટની

સૂચનાઓ

  1. એક મોટા વાટકા મા સૂજી, નમક અને દહીં ને મિક્સ કરો.
  2. હવે ગાજર અને ડુંગળી ને ઝીણી સમારી લ્યો.
  3. તેલ ગરમ કરો ને તેમાં રાય નાખો પછી તેમાં સમારેલી ડુંગળી અને ગાજર નાખો.
  4. સતડાઇ જાય એટલે તેને સૂજી અને દહીં નાં મિશ્રણ માં નાખી સરખું હલાવો.
  5. 2 મોટા ચમચા પાણી ઉમેરો અને હલાવો.
  6. હવે ઇનો નાખી ને 8-10 વખત હલાવો.
  7. તૈયાર મિશ્રણ ને 5 મિનીટ ઢાંકી ને રાખી દયો.
  8. હવે અપમ તવા ને ગેસ પર ગરમ કરો.
  9. તેમાં જરાક જરાક તેલ નાખો બધાં ખાના મા.
  10. પછી 2 નાની ચમચી તૈયાર મિશ્રણ દરેક ખાના મા નાખો.
  11. તવા ને ઢાકો અને ગેસ ને ધીમા આંચ પર રહેવા દયો.
  12. 5-6 સેકંડ પછી ઢાંકણું ખોલો ને બધા અપમ ને બીજી બાજુ ચમચી થી પલટાવો.
  13. બીજી બાજુ પણ સોનેરી કલર જેવું શેકાય જાય એટલે ગેસ બંધ કરી અપમ ને ડીશ મા કાઢો.
  14. ગરમા ગરમ અપમ ટામેટા ની ચટણી કા લીલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર