હોમ પેજ / રેસિપી / બ્લૂમ બ્રેડ

Photo of Bloom bread by Shraddha Patel at BetterButter
1015
3
0.0(0)
0

બ્લૂમ બ્રેડ

Sep-11-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્લૂમ બ્રેડ રેસીપી વિશે

આ ડીશ ખુબજ ઓછી સામગ્રી માંથી બની જશે અને એકદમ ઝડપ થી તૈયાર થઈ જશે. આ ડીશ ચીઝી અને ખુબજ મજેદાર છે. સ્ટાર્ટર્સ તરીકે અથવા સાંજે કોફી સાથે આ ડીશ લઇ શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. એક બ્રેડ નો લોફ
  2. એક કપ મોઝરેલા ચીઝ
  3. અડધો કપ બટર
  4. બે ચમચી બારીક સમારેલી કોથમીર
  5. ચાર ચમચી બારીક સમારેલું લીલું લસણ પાન સાથે
  6. એક ચમચી ઓરેગાનો
  7. એક ચમચી ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કોથમીર અને લીલું લસણ પાન સહીત બારીક સમારી લો.
  2. બ્રેડ નો લોફ લઇ છરી ની મદદથી લોફ મા કાપા કરી લેવા. (ચોરસ લોફ ના મળે તો બર્ગર બન પણ લઇ શકો )
  3. હવે એક બોલ મા બટર(પીગળેલું ) લો. તેમાં કોથમીર, લીલું લસણ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લઇ બરાબર મિક્સ કરી લો.
  4. હવે આ બટર બ્રશ ની મદદ થી લોફ ના દરેક કાપા મા બરાબર લગાવી દો.
  5. હવે દરેક કાપા મા છીણેલું મોઝરેલા ચીઝ ભરો.
  6. હવે બ્રેડ ને બેકિંગ ટ્રે મા લઇ ચાર મિનિટ માટે બૅક કરી લો.
  7. તો તૈયાર છે બ્લૂમ બ્રેડ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર