હોમ પેજ / રેસિપી / વેજ ખીમા મસાલા

Photo of Veg kheema masala by Shraddha Patel at BetterButter
552
2
0.0(0)
0

વેજ ખીમા મસાલા

Sep-12-2018
Shraddha Patel
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ખીમા મસાલા રેસીપી વિશે

અહીં ખીમા નું વેજ વર્ઝન બનાવવામાં આવ્યુ છે. આ ડીશ તમે ડિનર મા લઇ શકો. અહીં ખીમા ને પંજાબી ટ્વિસ્ટ આપેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ઉકાળવું
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બે નંગ મોટી ડુંગળી
  2. બે નંગ ટામેટા
  3. બે ચમચી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ
  4. એક તજ
  5. એક બાદિયોં
  6. એક તમાલપત્ર
  7. બે ચમચી પંજાબી ગરમ મસાલા
  8. અડધી ચમચી આખું જીરું
  9. અડધો કપ લીલા વટાણા
  10. અડધો કપ બારીક સમારેલી ફણસી
  11. બે ચમચી મકાઈ ના દાણા
  12. એક ચમચી હળદર
  13. બે ચમચી કાશ્મીરી મરચું પાવડર
  14. એક ચમચી ધાણા જીરું પાવડર
  15. સ્વાદ પ્રમાણે મીઠું
  16. બે ક્યુબ ચીઝ
  17. ત્રણ ચમચી બટર
  18. સાત થી આઠ કાજુ
  19. એક ચમચી કસૂરી મેથી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડુંગળી અને ટામેટા ને મોટા કટકા મા કાપી લો અને ફણસી ને બારીક સમારી લો.
  2. હવે એક વાસણ મા પાણી મા મીઠું નાખી પાણી ને ઉકાળો. અને તેમાં લીલા વટાણા, મકાઈ ના દાણા અને ફણસી ને ત્રણ મિનિટ માટે ઉકાળો.
  3. હવે એક પૅન મા એક ચમચી બટર લો. બટર ઓગળે એટલે તેમાં કાજુ અને ડુંગળી ઉમેરો અને અડધી મિનિટ માટે સાંતળો.
  4. ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરો અને ફરીથી એક મિનિટ માટે સાંતળો.
  5. ત્યારબાદ સાંતળેલા ડુંગળી,કાજુ અને ટામેટા ને મિક્સર જાર મા લઇ પેસ્ટ બનાવી લો.
  6. હવે ફરીથી એજ પૅન મા બે ચમચી બટર લો.
  7. ત્યારબાદ તેમાં આખું જીરું, તજ, તમાલપત્ર અને બાદિયોં ઉમેરો. ત્યારબાદ તેમાં આદુ, મરચા અને લસણ ની પેસ્ટ સાંતળો. હવે તેમાં મરચું પાવડર, હળદર, ધાણાજીરુ પાવડર, પંજાબી ગરમ મસાલા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરો.
  8. હવે તેમાં ડુંગળી ટામેટા ની પેસ્ટ ઉમેરી બધું મિક્સ કરી બે મિનિટ માટે ઢાંકી ને ચઢવા દો.
  9. ત્યારબાદ તેમાં મકાઈ ના દાણા, લીલા વટાણા અને ફણસી ઉમેરી દો. અને તેમાં ચીઝ છીણો.
  10. બધું બરાબર મિક્સ કરી કસૂરી મેથી નાખી બે મિનિટ માટે ચઢવા દો. ગ્રેવી જાડી લાગે તો થોડું પાણી ઉમેરી શકાય.
  11. હવે ખીમા મસાલા તૈયાર છે તેને સર્વિંગ બોલ મા લઇ તેના પર કાજુ મૂકી ચીઝ છીણી ને ગાર્નિશ કરો. રોટી, પરાઠા કે પાઉં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર