Open in app

રસિયા ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people

Rasiya dhokla ના વિશે

Ingredients to make Rasiya dhokla in gujarati

  • દુધીનું છીણ 50 ગ્રામ
  • ચણાનો લોટ 100 ગ્રામ
  • ઘઉંનો કરકરો લોટ 50 ગ્રામ
  • છાશ 2 ગ્લાસ
  • તેલ 3 ચમચી
  • પાણી જરૂરત મુજબ
  • લીંબુનો રસ 1ચમચી
  • હળદર, મરચું, ધાણાજીરુ, મીઠું, ખાંડ જરૂરત મુજબ
  • સાજીના ફુલ 1 ચપટી
  • રાય જીરું હીંગ વઘાર માટે

How to make Rasiya dhokla in gujarati

  1. સૌ પ્રથમ દુધીને છોલી એનું છીણ પાડવું.
  2. હવે એક કથરોટમાં ચણાનો લોટ , ઘઉંનો લોટ ઉમેરો.
  3. હવે તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરુ ખાંડ લીંબુનો રસ... બધું સ્વાદમુજબ ઉમેરવું.
  4. હવે તેમાં દુધીનું છીણ ઉમેરવું.
  5. એક કપમાં એક ચમચી તેલ એક ચમચી પાણી લઈને ચપટી સાજીના ફુલ ઉમેરો.... આને તેલ પાણીનું દુધીયું કહી શકાય.
  6. આ તૈયાર કરેલું તેલ પાણીનું દુધીયું લોટમાં ઉમેરી ડબકાં મુકી શકાય તેવો લોટ તૈયાર કરવો.
  7. હવે કુકરને ગેસ પર મૂકો... બે ચમચી તેલ ઉમેરી ગરમ થવાં દો, રાય જીરું હીંગનો વઘાર કરી તેમાં છાશ ઉમેરો.
  8. એક ઉભરો આવે એટલે છાશના ભાગના મસાલા ઉમેરી ઉકળવા દો.
  9. હવે લોટનાં મિશ્રણમાંથી નાના નાના ડબકાં જેવાં મુઠીયા મૂકો
  10. કુકરનું ઢાંકણુ બંધ કરી ચાર વ્હીસલ થવા દો.
  11. લો તૈયાર છે રસિયા ઢોકળા... આ માપથી બે સર્વિંગ તૈયાર થશે.... 15 થી 17 મીનીટ માં તૈયાર થતી આ વાનગીને છાશ અને કાપેલી ડુંગળી સાથે સર્વ કરો.

Reviews for Rasiya dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rasiya dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes