હોમ પેજ / રેસિપી / 2 ઇન 1 મોદક

Photo of 2 in 1 Modak by Dimpal Patel at BetterButter
499
3
0.0(0)
0

2 ઇન 1 મોદક

Sep-12-2018
Dimpal Patel
6 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

2 ઇન 1 મોદક રેસીપી વિશે

ગણપતિ બાપા ના મનપસંદ મોદક થોડા જુદા રૂપ અને ટેસ્ટમાં બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. માવો - ૧૫૦ ગ્રામ
  2. દળેલી ખાંડ - ૪ મોટી ચમચી
  3. કોકો પાવડર - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. માવાને બે ભાગમાં વહેંચી લો.
  2. એક ભાગને નોનસ્ટિક પેણીમાં લઈ ને ધીમા ગેસ પર ચલાવતા રહેવું. જ્યારે તે પેણી ની ઘાર છોડવા લાગે ત્યારે તેને એક ડીશ માં કાઢી લેવું. ૨ થી ૩ મિનિટ માં થઈ જશે.
  3. એ જ પેણી માં બીજો માવો અને કોકો પાવડર લેવો. ધીમા ગેસ પર સાઈડ છોડે ત્યાં સુધી થવા દેવું. પછી તેને બીજી ડીશમાં કાઢી લેવું. ૨ થી ૩ મિનિટ થશે.
  4. બંને મિશ્રણ થોડા ઠંડા પડે એટલે બંને માં ૨ - ૨ ચમચી ખાંડ મિક્સ કરી દેવી.
  5. હવે કોકોવાળા મિશ્રણને બરાબર મસળી લેવું. જેથી ખાંડ મિક્સ થઈ જાય.
  6. આજ રીતે માવાના મિશ્રમ ને પણ મસળી લેવું
  7. હવે મોદક ના મોલ્ડમાં બંને મિશ્રણને વારાફરતી ભરીને મોદક તૈયાર કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર