હોમ પેજ / રેસિપી / ચોકલેટ અંજીર પેડા

Photo of Chocholate Anjeer Peda by Rani Soni at BetterButter
853
7
0.0(0)
0

ચોકલેટ અંજીર પેડા

Sep-12-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ અંજીર પેડા રેસીપી વિશે

ભારત દેશ મિઠાઈનો પ્રેમી છે. તહેવારોની મોસમ સાથે જ અવનવી મિઠાઈ બજાર માં જોવા મળશે પરંતુ બજાર ની મિઠાઈ માં ભેળશેળ જોઈને ઘરે જ બનાવી સારી પડે. પરંપરાગત, સદાબહાર મિઠાઈ માવા પેડા ને મે માવો, અંજીર,કોકો પાવડર નાંખી ને સ્વાદિષ્ટ સરળ અને ઝડપી બનાવયાં છે. જે ને હવાચુસ્ત પાત્રમાં રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરશો તો તે એક સપ્તાહ માટે ચાલશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ મોળો માવો
  2. 4 અંજીર
  3. 2 ચમચી દળેલી ખાંડ
  4. 1/2 ચમચી ઘી
  5. 4 ચમચી કોકો પાઉડર
  6. 1 ચમચી ખસખસ - સુશોભન માટે

સૂચનાઓ

  1. અંજીર ને મિકસર જાર માં પિસી પેસ્ટ બનાઇ લો (પિસવા માં અેક ચમચી પાણી નો ઉપયોગ કરી શકો)
  2. એક પેન માં ઘી મૂકો
  3. અંજીર ની પેસ્ટ ને નાંખી 1 સેકેન્ડ માટે શેકો
  4. તેમાં માવો નાંખો
  5. તેને ધીમી જ્યોત પર શેકો
  6. માવો આછો સંતળાય અેટલે દળેલી ખાંડ નાંખો
  7. સારી રીતે મિકસ કરો
  8. હવે કોકો પાવડર ઉમેરો અને મિશ્રણ ને બરાબર મિકસ કરો
  9. મિશ્રણ પેન ને છોડી દે અેટલે ગેસ બંધ કરો
  10. મિશ્રણ ને ઠંડુ કરો
  11. હલકું ઠંડુ થાય અેટલે નાના બોલ બનાઈ લો
  12. હવે હથેળી થી ચપટા કરી લો
  13. હવે કેન્દ્રમાં આંગળી થી હળવેથી વચ્ચે એક છિદ્ર બનાઈ લો
  14. પેડા ઉપર ખસખસ નાંખો
  15. ચોકલેટ અંજીર પેડા તૈયાર છે
  16. 1 કલાક રેફ્રિજરેટર માં મૂકી પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર