હોમ પેજ / રેસિપી / માઇક્રોવેવ બેસન લાડૂ

Photo of Microwave besan ladoo by Rani Soni at BetterButter
480
7
0.0(0)
0

માઇક્રોવેવ બેસન લાડૂ

Sep-13-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
6 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માઇક્રોવેવ બેસન લાડૂ રેસીપી વિશે

લાડૂ પ્રિય ભારતીય મીઠાઈ છે.જે ભારતીય રાંધણકળામાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે ભારતના લગભગ તમામ પ્રદેશોમાં લોકપ્રિય છે અને તમામ વય જૂથો ની ભાવતી લોકપ્રિય વાનગી છે .અહીં સરળતાથી માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરી ને આ લાડૂ ની તૈયારી કરી છે. તમે આપેલ સૂચનોને અનુસરી ને બનાવજો આ લાડૂ.લોટ અને ઘી ના મિશ્રણને બતાવેલ સમયગાળા માટે જ રાંધજો. જો તમે તેને ઓછો સમય માટે માઈકો્ કરશો તો તેમાં કાચી ગંધ આવશે અને જો તમે તેને લાંબા સમય સુધી રાંધશો તો તે લોટ બળી જશે. તેથી રાંધતી વખતે પ્રસંગોપાત મિશ્રણને હલાવજો .તમે ગણેશ ચતૂર્થી અને દિવાળી જેવા ઉત્સવ માટે આ લાડૂ બનાવી શકો. તો તમે પણ બનાવો માઇક્રોવેવ બેસનના લાડૂ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 1/2 કપ બેસન ( ચણા નો લોટ)
  2. 1/2 કપ ઘી
  3. 1 કપ દળેલી ખાંડ
  4. 1/4 નાની ચમચી એલચી પાવડર
  5. સુશોભન માટે :
  6. 1 વરક
  7. 1 ચમચી બદામ
  8. 1 ચમચી કાજુ
  9. 1 ચમચી કિશમીશ
  10. 1 ચમચી પિસ્તા સમારેલ
  11. 1/4 નાની ચમચી ખસખસ
  12. 1 /4 ચમચી કોપરૂ
  13. 4-5 મગજતરી ના બીયાં
  14. કેસર ચપટી

સૂચનાઓ

  1. બેસન અને ઘીને એક માઇક્રોવેવ સલામત બાઉલ માં લો
  2. તેને માઇક્રોવેવ માં 6 મિનિટ માટે માઇક્રો કરો
  3. દર 2 મિનિટ પછી મિશ્રણ ને હલાવતા રહો
  4. હવે ઠંડુ કરો
  5. 2 મિનીટ પછી ખાંડ અને એલચી પાવડર ઉમેરો
  6. સારી રીતે મિકસ કરી મોટો લાડુ બનાઈ લો (નાના લાડૂ પણ વાળી શકો છો )
  7. હવે લાડુ ઉપર વરખ,બદામ, કાજુ,કિશમીશ,પિસ્તા ,ખસખસ,કોપરૂ, કેસર,મગજતરી ના બીયાં લગાઈ સુશોભન કરો
  8. માઇક્રોવેવ બેસન લાડૂ તૈયાર છે
  9. પિરસો અને હવા ચુસ્ત કન્ટેનરમાં સ્ટોર કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર