હોમ પેજ / રેસિપી / સોજી મલાઈ ઓપન સેન્ડવિચ

Photo of suji malai open sendwich by Kalpana Parmar at BetterButter
865
6
0.0(0)
0

સોજી મલાઈ ઓપન સેન્ડવિચ

Sep-13-2018
Kalpana Parmar
7 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોજી મલાઈ ઓપન સેન્ડવિચ રેસીપી વિશે

સોજી બટર ને ફૂલ વેજ સાથે બ્રેડ સવારના નાસ્તા માટે ક્વિક રેસીપી છે અને ફૂલ મિલ પણ છે આમાં તમે તમારી ચોઈસનું શાક લઇ શકો છો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/2 કપ સોજી
  2. 1/2 કપ મલાઈ
  3. 1 ડુંગરી ઝીણી સમારેલી
  4. 2 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  5. 2 મોટી ચમચી સિમલા મરચાં ઝીણા સમારેલાં
  6. 1 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  7. 1 મોટી ચમચી લીલા મરચાં સમારેલાં (તમારા સ્વાદ મુજબ)
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2 મોટી ચમચી બટર
  10. 5 નંગ સેન્ડવિચ બ્રેડ
  11. 2 મોટી ચમચી કાળા તલ
  12. સર્વ કરવા માટે લાલ ચટણી અથવા ટોમેટો કેચૂપ

સૂચનાઓ

  1. સોજી મલાઈ ને થોડું પાણી નાખીને સોજીને 5 મિનિટ માટે પલાડી દો.
  2. સોજી પલડે એ 5 મિનિટ ની અંદર બધી શાકભાજી સમારી લો.
  3. બટર ને કાળા તલ સિવાયની બધી સામગ્રી સોજી માં મિક્સ કરી દો.
  4. બ્રેડ ની એક સાઇડ પર 2 મોટી ચમચી સોજી નું મિશ્રણ લગાવો તેના પર કાળા તાલ ભભરાવો.
  5. નોનસ્ટિક તવી પર બટર લગાવીને ધીમાં તાપે બંને સાઇડ થી સેકી લો.
  6. કટ કરીને ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર