હોમ પેજ / રેસિપી / પાતરા ના ભજીયા

Photo of Instant Patra by Divya Chetnani at BetterButter
1314
3
0.0(0)
0

પાતરા ના ભજીયા

Sep-13-2018
Divya Chetnani
7 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાતરા ના ભજીયા રેસીપી વિશે

પાતરા ખાવાનું મન હોય પણ બનાવાનું અઘરું લાગે અને સમય પણ ઘણો લાગે છે. પણ આ રીત થી બનાવો તો પાતરા જટપટ બની પણ જાય છે અને સ્વાદ માં જરા પણ ફેર લગતો નથી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • હરરોજ/ દરરોજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • ખાદ્ય પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪-૫ પાતરા ના પાન
  2. ૩-૪ લીલા મરચાં
  3. ૧ નાનો આદુ નો ટુકડો
  4. ૧/૪ કપ સિંગના દાણા
  5. ૧ મોટો ચમચો તલ
  6. ૨ ચમચી ખોપરું
  7. ૧ કપ ચણા નો લોટ
  8. ૧/૨ કપ જુવાર નો લોટ
  9. ૧/૪ કપ ચોખા નો લોટ
  10. ૧/૨ ચમચી મીઠું
  11. ૧/૪ નાની ચમચી હળદર
  12. ૧/૪ નાની ચમચી ગરમ મસાલો
  13. ૨ ચમચા લીંબુ નો રસ
  14. ૩ મોટા ચમચા ખાંડ
  15. ૧ કપ પાણી
  16. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. એક મિકસર માં લીલા મરચાં, આદુ અને સિંગ વાટી નાખો.
  2. હવે એક મોટા વાટકા માં વાટેલો મસાલો, ચણાનો લોટ, જુવારનો લોટ અને ચોખા નો લોટ, મીઠું, હળદર, તલ, કોપરું, ખાંડ, તેલ, લીંબુ નો રસ , ગરમ મસાલો અને પાણી નાખી મિક્સ કરો.
  3. હવે પાતરા ને ઝીણા ઝીણા કાપી ની લોટ માં નાખો અને મીક્સ કરો.
  4. હવે તેલ મધ્યમ તાપે ગરમ કરી બનાવેલા લોટ ના નાના ભજીયા બનાવી તળી નાખો અને ગરમા ગરમ પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર