હોમ પેજ / રેસિપી / બે્ડ ટોકરી ચાટ

Photo of Bread Tokri chaat by Harsha Israni at BetterButter
461
4
0.0(0)
0

બે્ડ ટોકરી ચાટ

Sep-13-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બે્ડ ટોકરી ચાટ રેસીપી વિશે

આ ચાટમાં બે્ડને માઈકો્ઓવનમાં બેક કરીને કટોરી બનાવી છે.જે જોવામાં પણ આકર્ષિત લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગ્રીલ્લીંગ
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૭ -૮ બે્ડની સ્લાઈસ
  2. બે્ડ ઉપર લગાવવા માટે મસાલા-
  3. ૨ મોટા ચમચા તેલ (ઓલિવ ઓઈલ/ કોઈ પણ)
  4. ૧ /૪ ચમચી ઔરેગાનો
  5. ૧/૪ ચમચી કાળી મરી પાવડર
  6. ૧/૪ ચમચી ચાટ મસાલો
  7. ૧/૪ ચમચી લાલ મરચુ પાવડર/ ચીલી ફલેકસ
  8. પૂરણ માટે-
  9. ૧ નંગ ગાજર
  10. ૧ નંગ કાકડી
  11. ૧ નંગ શિમલા મરચુ
  12. ૧ નંગ ડુંગળી
  13. ૧ લીંબુનો રસ
  14. ૧/૪ ચમચી ચાટ મસાલો
  15. સજાવવા માટે-
  16. ૧/૪ કપ દાડમના દાણા (તાજા )
  17. ૧/૨ કપ કોથમીર ચટની
  18. ૧/૨ કપ ટામેટો સોસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બે્ડની સ્લાઈસને વેલણથી વણીને પાતળી બનાવો.
  2. બે્ડની વણેલી સ્લાઈસને ગોળ વાટકી/ઢાંકણ વડે કાપી દો.
  3. એક નાના બાઉલમાં તેલ,ઔરેગાનો,લાલ મરચુ પાવડર,કાળી મરી પાવડર ચાટ મસાલો મીક્સ કરો.તૈયાર છે મસાલાવાળો તેલ.
  4. ગોળ કાપેલી બે્ડ ઉપર તૈયાર કરેલુ મસાલાવાળો તેલ બ્રશ વડે લગાવો.
  5. હવે બે્ડની સ્લાઈસને મફીન ટ્રે માં અથવા એલ્યુમિનિયમ કપ મોલ્ડમાં ટોકરી ની જેમ વાળીને મૂકી ઓવનમાં હાઈ ( મોટી)રૈક પર ૭-૮ મિનિટ માટે ગ્રીલ કરો જેથી બે્ડની બોડર ગુલાબી રંગની થાય .
  6. બે્ડ બેક ત્યાં સુધી પૂરણ બનાવવા માટે ડુંગળી,ગાજર,શિમલા મરચુ,કાકડી ને ઝીણુ સમારો અથવા ક્રશ મશીનમાં ક્રશ કરી તેમાં લીંબુનો રસ ,ચાટ મસાલો મીક્સ કરો તૈયાર છે પૂરણ(ચાટ)
  7. તૈયાર છે બે્ડની ટોકરી
  8. તૈયાર કરેલી બે્ડની ટોકરી માં તૈયાર કરેલુ પૂરણ (ચાટ) ભરી કોથમીર ચટની ,ટામેટો સોસ,દાડમના દાણાથી સજાવો .તૈયાર છે બે્ડ ટોકરી ચાટ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર