હોમ પેજ / રેસિપી / વઘારેલી છાશ વીથ મુઠીયા

Photo of Fried buttermilk with muthiya by Harsha Israni at BetterButter
298
3
0.0(0)
0

વઘારેલી છાશ વીથ મુઠીયા

Sep-13-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલી છાશ વીથ મુઠીયા રેસીપી વિશે

આ ડીશમાં મુઠીયા ઘંઉના ઝીણા લોટમાંથી બનાવ્યા છે .આ ડીશ જલ્દી બની પણ જાય છે અને ટેસ્ટી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. છાશ વઘારવવા માટે-
  2. ૫૦૦ મીલી ખાટી છાશ (મોળી)
  3. ૧ ચમચી લસણની પેસ્ટ
  4. ૨-૩ લીલા મરચા
  5. ૬-૭ લીમડાના પાન
  6. મીઠું (ટેસ્ટ પ્રમાણે)
  7. ૧/૪ ચમચી હળદર
  8. ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  9. ૧/૨ ચમચી લીંબુનો રસ/અામચુર પાવડર
  10. ૧ મોટો ચમચો તેલ
  11. ૨ ચમચી ઘંઉનો ઝીણો લોટ
  12. મુઠીયા માટે-
  13. ૧૧/૨ કપ ઘંઉનો ઝીણો લોટ
  14. મીઠુ (ટેસ્ટ મુજબ)
  15. ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  16. ૨ ચમચી તેલ (મોણ માટે)
  17. સજાવવા માટે-
  18. કોથમીર (ઝીણી સમારેલી)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાથરોટમાં ઘંઉનો લોટ,મીઠુ,લાલ મરચુ તેલ લઈ પાણી વડે કઠણ લોટ બાંધી તેમાંથી નાના નાના મુઠીયા હાથથી બનાવી લો.
  2. એક બાઉલમાં છાશ અને ૨ ચમચી ઘંઉનો લોટ મીકસ કરો.
  3. એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ ઉમેરો.લસણની પેસ્ટ ગુલાબી રંગની થાય ત્યારે ઘંઉનો લોટ મીક્સ કરેલી છાશ ઉમેરો. લીલા મરચા,લીમડાના પાન,હળદર,મીઠુ લાલ મરચુ,લીંબુનો રસ ઉમેરીને એક ઉકાળો આવે ત્યારે ગેસ ધીમો કરી મુઠિયા ઉમેરી દો. ૮-૧૦ મિનિટ માટે મુઠીયાને ધીમી આંચે પકવા દો.જરુર પડે તો થોડુ પાણી ઉમેરી શકાય છે.
  4. તૈયાર છે વઘારેલી છાશ વીથ મુઠીયા. કોથમીરથી સજાવીને ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર