Open in app

વઘારેલી છાશ વીથ મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni13th Sep 2018

Fried buttermilk with muthiya ના વિશે

Ingredients to make Fried buttermilk with muthiya in gujarati

  • છાશ વઘારવવા માટે-
  • ૫૦૦ મીલી ખાટી છાશ (મોળી)
  • ૧ ચમચી લસણની પેસ્ટ
  • ૨-૩ લીલા મરચા
  • ૬-૭ લીમડાના પાન
  • મીઠું (ટેસ્ટ પ્રમાણે)
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  • ૧/૨ ચમચી લીંબુનો રસ/અામચુર પાવડર
  • ૧ મોટો ચમચો તેલ
  • ૨ ચમચી ઘંઉનો ઝીણો લોટ
  • મુઠીયા માટે-
  • ૧૧/૨ કપ ઘંઉનો ઝીણો લોટ
  • મીઠુ (ટેસ્ટ મુજબ)
  • ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  • ૨ ચમચી તેલ (મોણ માટે)
  • સજાવવા માટે-
  • કોથમીર (ઝીણી સમારેલી)

How to make Fried buttermilk with muthiya in gujarati

  1. સૌ પ્રથમ કાથરોટમાં ઘંઉનો લોટ,મીઠુ,લાલ મરચુ તેલ લઈ પાણી વડે કઠણ લોટ બાંધી તેમાંથી નાના નાના મુઠીયા હાથથી બનાવી લો.
  2. એક બાઉલમાં છાશ અને ૨ ચમચી ઘંઉનો લોટ મીકસ કરો.
  3. એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ ઉમેરો.લસણની પેસ્ટ ગુલાબી રંગની થાય ત્યારે ઘંઉનો લોટ મીક્સ કરેલી છાશ ઉમેરો. લીલા મરચા,લીમડાના પાન,હળદર,મીઠુ લાલ મરચુ,લીંબુનો રસ ઉમેરીને એક ઉકાળો આવે ત્યારે ગેસ ધીમો કરી મુઠિયા ઉમેરી દો. ૮-૧૦ મિનિટ માટે મુઠીયાને ધીમી આંચે પકવા દો.જરુર પડે તો થોડુ પાણી ઉમેરી શકાય છે.
  4. તૈયાર છે વઘારેલી છાશ વીથ મુઠીયા. કોથમીરથી સજાવીને ગરમા ગરમ પીરસો.

Reviews for Fried buttermilk with muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fried buttermilk with muthiya in gujarati