Open in app

પિન્ક ડિલાઇટ લડ્ડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Shraddha Patel14th Sep 2018

Pink delight laddu ના વિશે

Ingredients to make Pink delight laddu in gujarati

  • એક કપ કાજુ
  • એક કપ માવો
  • અડધો કપ ખાંડ
  • અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • ત્રણ થી ચાર ટીપા પિન્ક ફૂડ કલર
  • બે થી ત્રણ ટીપા રોઝ એસેન્સ
  • એક કપ ગુલાબ ની સૂકી પાંદડીઓ
  • એક ચમચી ઘી

How to make Pink delight laddu in gujarati

  1. સૌ પ્રથમ કાજુ ને મિક્સર જાર મા લઇ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને માવો ઉમેરી બ્લેન્ડ કરી ને પેસ્ટ બનાવી લો.
  2. હવે એક કઢાઈ ને ગરમ કરવા મૂકો.
  3. કઢાઈ સહેજ ગરમ થઈ એટલે તેમાં તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો અને પાંચ મિનિટ માટે મીડીયમ આંચ પર રાખી સતત હલાવતા રહો.
  4. હવે તેમાં ખાંડ, રોઝ એસેન્સ અને પિન્ક ફૂડ કલર ઉમેરી બરાબર મિક્સ કરી ત્રણ મિનિટ માટે હલાવતા રહો.
  5. હવે મિશ્રણ જાડું થાય અને કઢાઈ છોડે એટલે ગૅસ બંધ કરી દો. અને બે મિનિટ માટે ઠંડુ થવા દો.
  6. ત્યારબાદ હાથ મા ઘી લગાવી મિશ્રણ ના નાના નાના લડ્ડુ બનાવી ગુલાબ ની સૂકી પાંદડીઓ મા બરાબર રગદોળો. જેથી પાંદડીઓ લડ્ડુ મા ચોંટી જાય.
  7. આવી રીતે બધા લડ્ડુ બનાવી સર્વ કરો.

Reviews for Pink delight laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pink delight laddu in gujarati

  • વ્હીટ લડ્ડુ

    3 likes
  • મોતીચુર લડ્ડુ

    5 likes
  • પિન્ક મોતી રાઈસ

    7 likes
  • મલાઈ કોકોનટ લડ્ડુ

    3 likes
  • ચોકલેટ કલરીંગ લડ્ડુ

    6 likes