BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પિન્ક ડિલાઇટ લડ્ડુ

Photo of Pink delight laddu by Shraddha Patel at BetterButter
1
3
0(0)
0

પિન્ક ડિલાઇટ લડ્ડુ

Sep-14-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિન્ક ડિલાઇટ લડ્ડુ રેસીપી વિશે

આ મીઠાઈ ગણપતિ બાપ્પા ને પ્રસાદ મા ધરાવી શકાય એવી ઝડપ થી બની જતી ખુબ જ સુંદર મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ કાજુ
  2. એક કપ માવો
  3. અડધો કપ ખાંડ
  4. અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. ત્રણ થી ચાર ટીપા પિન્ક ફૂડ કલર
  6. બે થી ત્રણ ટીપા રોઝ એસેન્સ
  7. એક કપ ગુલાબ ની સૂકી પાંદડીઓ
  8. એક ચમચી ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાજુ ને મિક્સર જાર મા લઇ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને માવો ઉમેરી બ્લેન્ડ કરી ને પેસ્ટ બનાવી લો.
  2. હવે એક કઢાઈ ને ગરમ કરવા મૂકો.
  3. કઢાઈ સહેજ ગરમ થઈ એટલે તેમાં તૈયાર કરેલ પેસ્ટ ઉમેરો અને પાંચ મિનિટ માટે મીડીયમ આંચ પર રાખી સતત હલાવતા રહો.
  4. હવે તેમાં ખાંડ, રોઝ એસેન્સ અને પિન્ક ફૂડ કલર ઉમેરી બરાબર મિક્સ કરી ત્રણ મિનિટ માટે હલાવતા રહો.
  5. હવે મિશ્રણ જાડું થાય અને કઢાઈ છોડે એટલે ગૅસ બંધ કરી દો. અને બે મિનિટ માટે ઠંડુ થવા દો.
  6. ત્યારબાદ હાથ મા ઘી લગાવી મિશ્રણ ના નાના નાના લડ્ડુ બનાવી ગુલાબ ની સૂકી પાંદડીઓ મા બરાબર રગદોળો. જેથી પાંદડીઓ લડ્ડુ મા ચોંટી જાય.
  7. આવી રીતે બધા લડ્ડુ બનાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર