હોમ પેજ / રેસિપી / મમરાના લાડૂ

Photo of Puffed Rice Ladoo by Rani Soni at BetterButter
366
2
0.0(0)
0

મમરાના લાડૂ

Sep-14-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરાના લાડૂ રેસીપી વિશે

મમરાના લાડુની લોકપ્રિયતા બિલકુલ ઓછી નથી થઈ. કરકરા અને ગળ્યા મમરાના લાડુ ઉત્તરાણ જેવા તહેવારોએ ખાસ બનાવવામાં આવે છે. નાના-મોટા બધાને જ ભાવે તેવા મમરાના લાડુ બનાવવા સાવ સરળ છે અને તેમાં વધારે ટાઈમ પણ નથી લાગતો. તો આ આસાન રેસિપીથી મમરાના લાડૂ બનાવી જુઓ ખાવાની મજા પડી જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 300 ગ્રામ મમરા
  2. 150 ગ્રામ ગોળ છીણેલો
  3. ઘી 1 ચમચી

સૂચનાઓ

  1. અેક પેનમાં મધ્યમ તાપ પર 1 મિનિટ માટે મમરા શેકો
  2. હવે તેને અલગ મૂકો
  3. અેજ પેન માં ઘીને ગરમ કરો
  4. ઘીને ઓગળ્યા પછી ગોળ ઉમેરો
  5. ગોળ સંપૂર્ણપણે ઓગળે એટલે મમરા નાંખો
  6. સારી રીતે મિકસ કરી ગેસ બંધ કરો
  7. મિશ્રણ સહેજ ઠંડુ પડે અેટલે હાથ પર થોડું પાણી લગાઈ
  8. હાથમાં થોડું મિશ્રણ લો
  9. બંને હાથથી રાઉન્ડ લાડુ બનાવી લો
  10. આવી રીતે તમામ લાડૂ તૈયાર કરો
  11. મમરા ના લાડૂઓ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર