Open in app

રઝિયાલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Bansi Raiyarela14th Sep 2018

Raziyali ના વિશે

Ingredients to make Raziyali in gujarati

  • બાજરા નો લોટ 1 કપ
  • લસણ આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • હરદળ 1/2 ચમચી
  • મરચા ની ભૂકી 1 ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • ગરમ મસાલો 1 ચમચી
  • સમારેલી કોથમીર 1/2 કપ
  • બાફેલા વટાણા 1/2 કપ
  • બારીક સમારેલી ડુંગળી 1 નંગ
  • તેલ (શેકવા પૂરતું)
  • મલાઈ દહીં 2 વાટકી
  • લસણ ની ચટણી(ગાર્નિશીંગ માટે) 1/2 ચમચી
  • કોથમીર ની ચટણી (ગાર્નિશીંગ માટે) 1/2 ચમચી
  • ગોળ આમલી ની ચટણી
  • જીરા પાવડર 1/2 ચમચી
  • દાડમ ના દાણા 1 દાડમ
  • પાણી 1/2 ગ્લાસ
  • સેવ 1/2 વાટકી

How to make Raziyali in gujarati

  1. સૌ પ્રથમ બાજરા નો લોટ લઇ તેમાં આદુ મરચા ની પેસ્ટ,હરદળ,મરચું,હિંગ,ગરમ મસાલો તેમજ સ્વાદ મુજબ નમક ઉમેરવા ત્યારબાદ તેમાં શાકભાજી જેમ કે સમારેલી ડુંગળી,કોથમીર તેમજ બાફેલા વટાણા ઉમેરી અને પાણી થી રોટલા જેવો નરમ લોટ બાંધવો.
  2. હવે તૈયાર થયેલા લોટ માંથી રોટલો ઘડવો.
  3. હવે ગેસ ઓન કરી નોન સ્ટિક ને ગરમ થવા દેવી ત્યારબાદ ગેસ નું તાપમાન મધ્યમ રાખી તેમાં આ રોટલો શેકવા માટે મુકવો ત્યારબાદ 3 મિનિટ પકાવવોત્તેને ફેરવવો અને તેની બીજી બાજુ ને 2 થી 3 મિનિટ પકાવી લેવી ત્યાર બાદ બન્ને બાજુ તેલ લગાવી 2 થી 3 મિનિટ શેકવો.અને ગેસ બન્ધ કરી પ્લેટ માં કાઢી લેવો.
  4. હવે તૈયાર થયેલા રોટલા ને ઠંડો થવા દેવો 5 મિનિટ બાદ તેનો હાથ વડે ભૂકો કરી તેને એક બાઉલ માં લેવો તેમાં 2 વાટકી મલાઈ દહીં ઉમેરી તેને ચમચી વડે મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ ચપટી નમક નાખી મિક્સ કરવો ત્યારબાદ તેમાં લસણ ની એન્ડ કોથમીર ની ચટણી તેમજ ગોળ આમલી ની ચટણી નાખી ગાર્નિશીંગ કરવું ઉપર થી સેવ તેમજ જીરા નો પાવડર ઉમેરવો. ધન્યવાદ

Reviews for Raziyali in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raziyali in gujarati