હોમ પેજ / રેસિપી / હાર્ટી બીટરુટ ઉપમા

Photo of Hearty Beetroot Upma by Bharti Khatri at BetterButter
371
4
0.0(0)
0

હાર્ટી બીટરુટ ઉપમા

Sep-15-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હાર્ટી બીટરુટ ઉપમા રેસીપી વિશે

ઉપમા આમ તો સાઉથ ઈન્ડિયન વાનગી છે પણ એમા તલ, ખાંડ, તજ લવિંગ નો પાઉડર આ થોડી સામગ્રી ઉમેરી નો ગુજરાતી વાનગી નો ટચ આપેલ છે આપ સૌને પણ ખુબ પસંદ આવશે. સવારના ના નાસ્તા મા અને કીટ્ટી પાર્ટી માટે ઉત્તમ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ કપ રવો
  2. ૪ ચમચા ઘી
  3. ૨ ચમચા અદડ ની દાળ
  4. ૧ ચમચી રાઈ
  5. ૨ ચમચી તલ
  6. ૨ ડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ નાનુ બીટ
  8. ૧ ડાળી કઢીલીમડો
  9. ચપટી હીંગ
  10. ૧ લીંબુનો રસ
  11. ૨ ચમચી તજ લવિંગ નો પાઉડર
  12. ૪ ચમચી ખાંડ
  13. ૪ લીલા મરચા ઝીણા સમારેલા
  14. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. કડાઈ મા ઘી ગરમ કરી તેમા રવો આછો ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકી લેવો અને તેના સરખા ભાગ કરી લેવા.
  2. હવે એક કડાઈ મા ઘી ગરમ કરી તેમા અદડ ની દાળ ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકી તેમા રાઈ તટડાવી, તલ, ઝીણી સમારેલી ડુંગળી, કઢીલીમડો, સમારેલા લીલામરચા અને ચપટી હીંગ નાખી સાતડી લેવુ.
  3. બધો મસાલો શેકાય ત્યા સુધી બીટ ની પ્યોરી બનાવી લેવી.
  4. બધુ સારી રીતે શેકાય જાય એટલે અડધો મસાલો બીજી કડાઈ મા કાઢવો.
  5. હવે એક મસાલા મા જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને ઉકળવા દેવુ.
  6. બીજી કડાઈ ના મસાલા મા બીટ ની પ્યોરી મા જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઉકળવા દેવુ.
  7. હવે બન્ને મા પાણી ઉકળે એટલે વારાફરતી ધીરે ધીરે રવો ગાઠો ન પડે એ રીતે મિક્સ કરી ઢાંકી ને ૨ મિનિટ સુધી થવા દેવું.
  8. હવે તેમાનુ બધુ પાણી રવો શોષી લે એટલે બંને કડાઈ મા મીંઠુ, લીંબુનો રસ, તજ લવિંગ નો પાઉડર, અને ખાંડ નાખી હલાવી ને બરાબર મિક્સ કરવુ.
  9. હવે ઉપમા તૈયાર છે.
  10. આ બીટરુટ ઉપમા પણ તૈયાર છે.
  11. હવે સફેદ ઉપમા ને ગોળાકાર આપી તેના પર બીટરુટ ઉપમા ને હાર્ટકાર આપી સજાવુ.
  12. હવે તૈયાર છે હાર્ટી બીટરુટ ઉપમા તેને ઝીણી સમારેલી કોથમીર થી સજાવી મસાલા ચા, મસાલા કોફી, અને મસાલા દૂધ સાથે મજા માણો.
  13. તમને ગમે તે રીતે આપ સજાવી ને પીરસી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર