હોમ પેજ / રેસિપી / મમરા ચટપટી

Photo of Murmure Chatpati by Purvi modi at BetterButter
1123
6
0.0(0)
0

મમરા ચટપટી

Sep-16-2018
Purvi modi
7 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરા ચટપટી રેસીપી વિશે

ઓછા સમયમાં બનાવી શકાય તેવો આ ગરમ નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મમરા ૪ કપ
  2. તેલ ૪-૫ ટેબલસ્પૂન
  3. રાઈ ૧ ટી સ્પૂન
  4. ચપટી હિંગ
  5. શીંગ દાણા ૩ ટેબલસ્પૂન
  6. સમારેલા લીલાં મરચાં ૩
  7. લીમડાના પાન ૮-૧૦
  8. ઝીણી સમારેલી ડુંગળી ૧
  9. સમારેલું ટમેટું ૧
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. હળદર ૧/૨ ટી સ્પૂન
  12. લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
  13. ખાંડ ૨ ટી સ્પૂન
  14. લીંબુ ૧
  15. સમારેલી કોથમીર ૩-૪ ટેબલસ્પૂન
  16. તીખી બુંદી જરૂર મુજબ
  17. દાડમ ના દાણા જરૂર મુજબ (મરજિયાત)

સૂચનાઓ

  1. સૌપ્રથમ મમરા ને પાણી મા ૨ મિનિટ સુધી પલાળી પાણી નિતારી લો.
  2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે શીંગ દાણા નાખી સોનેરી તળી લો.
  3. હવે તેમાં હીંગ, લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરો.
  4. ત્યારબાદ સમારેલી ડુંગળી અને ટામેટાને સાંતળો.
  5. હવે તેમાં પલાળેલા મમરા ઉમેરો.
  6. મીઠું , હળદર , લાલ મરચું પાવડર, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો.
  7. સમારેલી કોથમીર ઉમેરીને ૧-૨ મિનિટ સુધી થવા દો.
  8. તૈયાર છે સ્વાદિષ્ટ મમરા ની ચટપટી. ઉપરથી તીખી બુંદી, દાડમના દાણા અને કોથમીર ભભરાવી ગરમ પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર