હોમ પેજ / રેસિપી / કોકો જામુન મોદક

Photo of Coco jamun modak by Shraddha Patel at BetterButter
624
2
0.0(0)
0

કોકો જામુન મોદક

Sep-16-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકો જામુન મોદક રેસીપી વિશે

ગણપતિ બાપ્પા ને મોદક પ્રસાદી મા ધરવા મા આવે છે તો આ મોદક નું એક નવું વેરિએશન કરેલું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મિશ્રણ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. ચાર ચમચી ઘી
  2. બે કપ દૂધ
  3. દોઢ કપ મિલ્ક પાવડર
  4. 200 ગ્રામ જામુન(રાવણા )
  5. અડધો કપ કોકો પાવડર
  6. અડધો કપ ખાંડ
  7. મનગમતા ડ્રાયફ્રૂટ્સ સજાવવા માટે
  8. મનગમતી ચોકોલેટ સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ જામુન ને ધોઈ ને ચાળણી મા ઘસી ને પલ્પ કાઢી લો.
  2. હવે એક કઢાઈ મા ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો.
  3. ઘી ગરમ થાય એટલે તેમાં દૂધ ઉમેરો અને મધ્યમ આંચ પર રાખી મિક્સ કરી લો.
  4. હવે તેમાં મિલ્ક પાવડર, જામુન નો પલ્પ, કોકો પાવડર અને ખાંડ ઉમેરી સતત હલાવતા રહો.
  5. દસેક મિનિટ મા મિશ્રણ જાડું થાય કઢાઈ છોડશે. એટલે ગૅસ પર થી નીચે લઇ લેવું.
  6. હવે મોદક ના મોલ્ડ ને ઘી લગાવી અંદર મોદક નું મિશ્રણ બરાબર દબાવી ને ભરી લઇ મોદક તૈયાર કરી લો.
  7. ત્યારબાદ મોદક પર મનગમતી ચોકોલેટ ને છીણો. ત્યારબાદ મનગમતા ડ્રાયફ્રૂટ્સ અને ચોકોલેટ મૂકી ને મોદક ને સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર