BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વેજિટેબલ પનિયારમ

Photo of vegetable paniyaram by Kalpana Parmar at BetterButter
0
4
0(0)
0

વેજિટેબલ પનિયારમ

Sep-16-2018
Kalpana Parmar
6 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજિટેબલ પનિયારમ રેસીપી વિશે

આ એક southi ઇન્ડિયન ડીશ છે જે ત્યાં સવારના નાસ્તા માં બનાવે છે ત્યાં ઈડલી કે ઢોસા ના બેટર થી બનાવે છે મેં રવો ને વવેજિટેબલે સાથે બનાવ્યા છે ખુબજ હેલ્ધી ને ડાયટ વાળા માટે સારી ડીશ છે અને ઝડપ થી બની જાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • આંધ્ર પ્રદેશ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ રવો
  2. 1/2 કપ દહીં
  3. 1 મોટી ડુંગરી ઝીણી સમારેલી
  4. 1 મોટું કેપસિકમ ઝીણું સમારેલું
  5. 2 લીલા મરચાં ઝીણા સમારેલાં
  6. 1 મોટું ગાજર ઝીણા સમારેલાં
  7. 2 મોટી ચમચી લીલાં ધાણા
  8. 1 નાની ચમચી ફુદીનો સમારેલો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 2 મોટી ચમચી તેલ
  11. 1/4 નાની ચમચી બેકિંગ સોડા

સૂચનાઓ

  1. રવા ને દહીં અને જરૂર મુજબ પાણી સાથે પલારી દો
  2. રવો પલરે એ દરમ્યાન શાક સમારી લો પલરેલાં રવા માં તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી દો
  3. અપ્પે પેન ને ગરમ કરો એમાં દરેક ખાના માં 2 ટીપા તેલ નાખી બ્રશ ફેરવી દો
  4. રવા ના મિક્સર માં બેકિંગ સોડા નાખીને મિક્સ કરી લો
  5. 2 મોટી ચમચી મિક્સર દરેક ખાના માં નાખીને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચડવા દો
  6. 2 મિનિટ પાંચ પનિયારમ ને પલટાવી દો 2 ટીપા તેલ નાખીને ઢાંકણ ઢાંકીને કુક થવા દો 2 મિનિટ પછી કાઢી લો ..
  7. બીજા આજ રીતે બનાવી લો ચટણી કે સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર