હોમ પેજ / રેસિપી / ઈડલી વિથ હેલ્થી ક્વિનોઆં ટ્વીસ્ટ

Photo of Idli with healthy quinoa twist by Dhara Shah at BetterButter
495
2
0.0(0)
0

ઈડલી વિથ હેલ્થી ક્વિનોઆં ટ્વીસ્ટ

Sep-16-2018
Dhara Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી વિથ હેલ્થી ક્વિનોઆં ટ્વીસ્ટ રેસીપી વિશે

અહીંયા મે ઈડલી ક્વિનોઆં ફ્લોર થી બનાવી એને ટિક્કા ની જેમ સર્વ કરી છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી છે ને બનાવામાં એકદમ આસાન.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ક્વિનોઆં નો લોટ
  2. ૧ મોટી ચમચી રવો
  3. ૧/૩ કપ છાશ
  4. ૧ ચમચી મીઠું
  5. ૧ પૅક ઇનો સોલ્ટ
  6. ટિક્કા ને વઘાર કરવા:
  7. ૧ ચમચી તેલ
  8. ૧/૨ ચમચી રાઈ
  9. ૧ કપ લાલ, લીલા, પીળા કલરના મિક્સ કેપ્સીકમ, ચોરસ કાપેલા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧/૪ ચમચી હળદર
  12. ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર
  13. ૧/૪ ચમચી સાંભાર પાઉડર
  14. બીજી સામગ્રી:
  15. સ્ક્રેવરસ ટિક્કા બનાવા
  16. નારિયેળ ની ચટણી અને સાંભાર, સાથે સર્વ કરવા(ઓપ્શનલ)

સૂચનાઓ

  1. એક મીડિયમ સાઇઝ ના બાઉલ માં ઇનો સોલ્ટ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરો.
  2. ઈડલી ના સ્ટીમર ને પ્રિહિટ કરો ને મીની ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરો.
  3. હવે ક્વિનોઆં ઈડલી ના ખીરા માં ઇનો સોલ્ટ નાખી તરત જ ઈડલી સ્ટેન્ડ માં ભરો ને ગરમ સ્ટીમર માં ૬-૭ મિનિટ સુધી પકવો.
  4. હવે ઠંડી થાય ત્યારે ઈડલી ને સ્ટેન્ડ માંથી કાઢી લ્યો.
  5. બીજી બાજુ નોન સ્ટીક પેન માં તેલ ગરમ કરો, ને રાઈ નો વઘાર કરો.
  6. એમાં બધાં કલર ના કેપ્સીકમ ને ક્વીનોઆં ઈડલી ઉમેરો.
  7. બધા જ મસાલા ને મીઠું નાખી ૨-૩ મિનિટ પકવો.
  8. હવે તેને ટિક્કા ની સ્ટિક માં લગાવો ને સર્વ કરો ( તમે નારિયેળ ની ચટણી અને સાંભાર સાથે પણ સર્વ કરી સકો છો)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર