હોમ પેજ / રેસિપી / વેજ લોલીપોપ

Photo of Veg Lolipop by safiya abdurrahman khan at BetterButter
1045
8
0.0(0)
0

વેજ લોલીપોપ

Sep-16-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ લોલીપોપ રેસીપી વિશે

ઝટપટ બનતી આ મારી થોડી અલગ વાનગી છે, તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો, બાળકો ને અચુક ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બીજા
  • સાંતળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. મસળેલું પનીર 1 કપ
  2. ઝીણી સમારેલી ડુંગળી ૧
  3. ઝીણી સમારેલી ગાજર ૧
  4. ઝીણી સમારેલી કેપ્સીકમ (ડબ્બા મરચી) ૧
  5. ઝીણા સમારેલા આદું ૧/૨ નાની ચમચી
  6. ઝીણા સમારેલા લસણ ૧/૨ નાની ચમચી
  7. કોર્નફ્લોર ૨ મોટી ચમચી
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. તેલ ૩ મોટી ચમચી
  10. સોસ બનાવવા:
  11. સોયા સોસ ૧ નાની ચમચી
  12. ચીલ્લી સોસ ૧ નાની ચમચી
  13. ટોમેટો સોસ ૧ નાની ચમચી
  14. શેઝવાન સોસ ૧ મોટી ચમચી

સૂચનાઓ

  1. નોનસ્ટિક પેન મા ૧ મોટી ચમચી તેલ ગરમ કરો.
  2. ઝીણા સમારેલા આદુ, લસણ નાંખી સાંતળો.
  3. ઝીણા સમારેલા કાંદા નાખી સાંતળો.
  4. સમારેલા ગાજર અને સમારેલી કેપ્સીકમ નાખી ૧ મિનીટ ચઢવા દો.
  5. મસળેલું પનીર અને મીઠુ નાખી ૧ મિનટ પકવી બરાબર મેળવી ગેસ બંદ કરો.
  6. મિશ્રણ ઠંડુ થાય તો કોર્નફ્લોર નાખી મેળવી લો.
  7. આઈસ્ક્રીમ સ્ટીક લઇ લંબગોળ આકાર નાં કટલેસ બનાવી લોલીપોપ જેવો આકાર બનાવો.
  8. નોનસ્ટિક પેન માં ૨ મોટા ચમચા તેલ ગરમ કરો.
  9. કટલેસ ને બધી બાજુ થી ફેરવી ફેરવી ને શેલો ફ્રાય કરી કાઢી લો.
  10. એક બોઉલ મા ચીલી સોસ ,સોયા સોસ, ટોમેટો સોસ અને શેઝવાન સોસ નાખી મેળવો.
  11. સર્વ કરતા પહેલા કટલેસ ને તૈયાર સોસ મા બરાબર મેળવી તરત જ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર