Photo of Upma by Rani Soni at BetterButter
538
6
0.0(0)
0

ઉપમા

Sep-17-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉપમા રેસીપી વિશે

નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રવો
  2. 2 ચમચી તેલ /ઘી
  3. 1 નાની ચમચી રાય -જીરૂ
  4. 1/2 ચમચી ચણા દાળ
  5. 1/2 ચમચી અડદ દાળ
  6. 3-4 કાજુ
  7. લીમડાના પાન 4-5
  8. 1/2 ડુંગળી સમારેલ
  9. 1/2 ટામેટું સમારેલ
  10. 2 લીલા મરચા સમારેલ
  11. 3 કપ પાણી
  12. 1/2 ચમચી ખાંડ
  13. મીઠું જરૂર મુજબ
  14. 1/2 ચમચી લીંબુનો રસ
  15. 1 ચમચી કોથમીર
  16. 2 ચમચી લીલી ચટણી
  17. 2 ચમચી ટોમેટો કેચઅપ

સૂચનાઓ

  1. કઢાઈમાં આછો બદામી રવો શેકવો અને બાજુ પર મૂકવો.
  2. અેજ કઢાઈ માં તેલ અને ઘી મૂકો.
  3. રાઈ જીરુ મૂકી તતડાવો.
  4. હવે તેમાં ચણા ,અડદદાળ, કાજુ,લીંબડો નાખી વઘાર કરવો.
  5. ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  6. લીલા મરચાં,ટામેટું નાખી થોડીવાર સાંતળો.
  7. તેમાં પાણી નાખી ઉકળો.
  8. જયારે પાણી ઉકળે એટલે તેમાં રવો નાખવો.
  9. હલાવવું જેથી કરીને ગંઠા ન પડે.
  10. ખાંડ, લીબૂં નો રસ નાંખી ઢાંકીને ધીમી આંચે ચડવા દેવું.
  11. ચઢી જાય એટલે કોથમીર ભભરાવી.
  12. ગેસ બંધ કરી.
  13. ઉપમા ઉપર લીલી ચટણી, ટોમેટો કેચઅપ નાંખી પિરસો .
  14. તૈયાર છે ગરમા ગરમ ઉપમા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર