ખિચિયા પાપડ ચાટ | Khichiya Papad ( Rice Papad ) Chat Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  17th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Khichiya Papad ( Rice Papad ) Chat by Purvi Modi at BetterButter
ખિચિયા પાપડ ચાટby Purvi Modi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  4

  મીની
 • પીરસવું

  2

  લોકો

15

0

ખિચિયા પાપડ ચાટ વાનગીઓ

ખિચિયા પાપડ ચાટ Ingredients to make ( Ingredients to make Khichiya Papad ( Rice Papad ) Chat Recipe in Gujarati )

 • ખિચિયા પાપડ અથવા ચોખા ના લોટ ના પાપડ ૪
 • પીગાળેલુ બટર જરૂર મુજબ
 • સમારેલી ડુંગળી ૧
 • સમારેલું ટમેટું ૧
 • સમારેલી કાકડી ૧
 • લાલ લસણની ચટણી જરૂર મુજબ
 • ચાટ મસાલો જરૂર મુજબ
 • સેવ જરૂર મુજબ
 • દાડમના દાણા (મરજિયાત) જરૂર મુજબ
 • સમારેલી કોથમીર જરૂર મુજબ
 • લીલી ચટણી માટેની સામગ્રી:-
 • કોથમીર ૧ કપ
 • લીલું મરચું ૧
 • લીંબુનો રસ ૧ ટેબલસ્પૂન
 • ગોળ ૧ ટી સ્પૂન
 • મીઠું સ્વાદ અનુસાર
 • જિરુ ૧ ટી સ્પૂન
 • શેકેલા શીંગદાણા પાઉડર ૨ ટેબલસ્પૂન

How to make ખિચિયા પાપડ ચાટ

 1. સૌપ્રથમ મિક્સરમાં " લીલી ચટણી" ની બધી સામગ્રી મિક્સ કરી જરુર મુજબ પાણી ઉમેરીને વાટી લો.
 2. ખિચિયા પાપડને ધીમા તાપે શેકી લો. તમે તળી પણ શકો છો. તેને થોડું ઠંડું થવા દો.
 3. હવે શેકેલા પાપડને પ્લેટ માં મૂકી હથેળી થી દબાણ આપીને તોડો.( મોટા ટુકડા થશે. તેને મિક્સ કરવાનું નથી).
 4. હવે તેની ઉપર ૧ ટેબલસ્પૂન જેટલું પીગાળેલુ બટર રેડો.
 5. લાલ લસણની ચટણી રેડો.
 6. સમારેલી ડુંગળી, ટમેટું, કાકડી પાથરો.
 7. ઉપરથી લીલી ચટણી, દાડમના દાણા, ચાટ મસાલો અને સેવ ભભરાવો. તૈયાર છે સ્વાદિષ્ટ ચાટ.

My Tip:

ખિચિયા પાપડને માઇક્રોવેવ માં ૪૦-૪૫ સેકન્ડ સુધી શેકી શકાય. દરેક સામગ્રી તમારા સ્વાદ મુજબ લઈ શકો છો.

Reviews for Khichiya Papad ( Rice Papad ) Chat Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો