BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Khichiya Papad ( Rice Papad ) Chat

Photo of Khichiya Papad ( Rice Papad ) Chat by Purvi Modi at BetterButter
944
4
0(0)
0

Khichiya Papad ( Rice Papad ) Chat

Sep-17-2018
Purvi Modi
10 મિનિટ
તૈયારી નો સમય
4 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ખિચિયા પાપડ અથવા ચોખા ના લોટ ના પાપડ ૪
  2. પીગાળેલુ બટર જરૂર મુજબ
  3. સમારેલી ડુંગળી ૧
  4. સમારેલું ટમેટું ૧
  5. સમારેલી કાકડી ૧
  6. લાલ લસણની ચટણી જરૂર મુજબ
  7. ચાટ મસાલો જરૂર મુજબ
  8. સેવ જરૂર મુજબ
  9. દાડમના દાણા (મરજિયાત) જરૂર મુજબ
  10. સમારેલી કોથમીર જરૂર મુજબ
  11. લીલી ચટણી માટેની સામગ્રી:-
  12. કોથમીર ૧ કપ
  13. લીલું મરચું ૧
  14. લીંબુનો રસ ૧ ટેબલસ્પૂન
  15. ગોળ ૧ ટી સ્પૂન
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. જિરુ ૧ ટી સ્પૂન
  18. શેકેલા શીંગદાણા પાઉડર ૨ ટેબલસ્પૂન

સૂચનાઓ

  1. સૌપ્રથમ મિક્સરમાં " લીલી ચટણી" ની બધી સામગ્રી મિક્સ કરી જરુર મુજબ પાણી ઉમેરીને વાટી લો.
  2. ખિચિયા પાપડને ધીમા તાપે શેકી લો. તમે તળી પણ શકો છો. તેને થોડું ઠંડું થવા દો.
  3. હવે શેકેલા પાપડને પ્લેટ માં મૂકી હથેળી થી દબાણ આપીને તોડો.( મોટા ટુકડા થશે. તેને મિક્સ કરવાનું નથી).
  4. હવે તેની ઉપર ૧ ટેબલસ્પૂન જેટલું પીગાળેલુ બટર રેડો.
  5. લાલ લસણની ચટણી રેડો.
  6. સમારેલી ડુંગળી, ટમેટું, કાકડી પાથરો.
  7. ઉપરથી લીલી ચટણી, દાડમના દાણા, ચાટ મસાલો અને સેવ ભભરાવો. તૈયાર છે સ્વાદિષ્ટ ચાટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર