હોમ પેજ / રેસિપી / ઝટપટ બૂંદી સેવ નું ચટાકેદાર શાક

Photo of Instant boondi and sev's savoury sabji by Krupa Shah at BetterButter
714
3
0.0(0)
0

ઝટપટ બૂંદી સેવ નું ચટાકેદાર શાક

Sep-17-2018
Krupa Shah
2 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝટપટ બૂંદી સેવ નું ચટાકેદાર શાક રેસીપી વિશે

આ વાનગી માં ફરસાણ ની બૂંદી અને જાડી ચણા ના લોટ ની સેવ વાપરીને ફટાફટ બની જાય એવું ચટાકેદાર શાક બનાવ્યું છે. કોઈ વાર અચાનક મહેમાન આવી જાય તો આ શાક ફટાફટ બની જાય અને કંઈક અલગ શાક પણ ખાવા મળે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨ મોટા ચમચા તેલ
  2. ૧/૨ નાની ચમચી રાઈ ના દાણા
  3. ૧/૨ નાની ચમચી જીરું
  4. ૧ કપ બૂંદી
  5. ૧ કપ જાડી સેવ
  6. ૧ કપ વલોવેલું દહીં
  7. ૧/૪ નાની ચમચી હિંગ
  8. ૧૨-૧૫ મીઠાં લીંબડા ના પાન
  9. ૧-૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  10. ૧/૪ નાની ચમચી હળદર પાવડર
  11. ૧ મધ્યમ કદ ની ડુંગળી ઝીણી સમારેલી
  12. ૧ લીલું મરચું ઝીણું સમારેલું
  13. ૨-૩ મોટી ચમચી કાપેલી લીલી ડુંગળી નો લીલો ભાગ
  14. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરવા મુકો.
  2. રાઈ અને જીરુ ઉમેરી દો ગરમ તેલ માં.
  3. રાઈ તતળે એટલે એમાં સમારેલી ડુંગળી નાખી દો.
  4. ડુંગળી ગુલાબી થાય પછી હિંગ, લીમડાનાં પાન, લીલું મરચું, લાલ મરચું પાવડર અને હળદર ઉમેરી ને બરાબર મિક્ષ કરી દો.
  5. હવે વલોવેલું દહીં ઉમેરીને બરાબર હલાવી લો.
  6. તરત બૂંદી, જાડી સેવ, લીલી ડુંગળી નો લીલો ભાગ અને મીઠું નાંખી દો.
  7. એક વાર મિક્સ કરી લેવું બરાબર ૧ મિનિટ માટે.
  8. ગેસ બંધ કરી દેવો.
  9. સરવિંગ બોલ માં ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર