BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ક્વિનોઆ ખાંડવી પ્રેશર કુકરમાં

Photo of Quinoa Khandvi in Pressure Cooker by Dhara Shah at BetterButter
0
2
0(0)
0

ક્વિનોઆ ખાંડવી પ્રેશર કુકરમાં

Sep-18-2018
Dhara Shah
8 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્વિનોઆ ખાંડવી પ્રેશર કુકરમાં રેસીપી વિશે

ખાંડવી એક ગુજરાતી ફરસાણ છે જે ખૂબ લાંબી પધતી છે, પણ અહીંયા હું એને કુકર માં બનાવી એકદમ સરળ રેસિપી બનાવી છે એને ક્વિનોઆ નો લોટ માંથી બનાવી એને વધારે પૌસ્ટિક બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • પ્રેશર કુક
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ક્વિનોઆ નો લોટ
  2. ૧ ચમચો બેસન
  3. ૧ ચમચો રવો
  4. ૧ ચમચી હળદર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ કપ છાસ
  7. વઘાર માટે:
  8. ૧ ચમચી તેલ
  9. એક ચમચી રાઈ
  10. ૪-૫ લીમડા ના પાન
  11. ઉપર થી ગાર્નિશ કરવા કોથમીર અને છીણેલું કોપરું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ક્વિનોઆ ખાંડવી ની બધી સામગ્રી એક બાઉલ માં લઇ સરખી મિક્સ કરો.
  2. હવે તેને ૩ સિટી વાગે ત્યાં સુધી કુકર માં બાફી લ્યો.
  3. કુકર ઠંડુ થાય એટલે બાફેલી ખાંડવી ને બહાર કાઢો અને ઉપર નું વધારાનું પાણી કાઢી નાખો.
  4. હવે તેને વ્હિસ્ક થી બરાબર મિક્સ કરો.
  5. આ મિશ્રણ માંથી એક ચમચા જેટલું મિશ્રણ લઇ એક પ્લેટ ઉપર પાથરી દયો, બીજી બાજુ પણ પાથરી લ્યો.
  6. આવી રીતે બધું મિશ્રણ અલગ અલગ પ્લેટ માં પાથરો.
  7. હવે તેના કાપા પાડી પાતળી પટ્ટી બનાવો ને રોલ કરી ખાંડવી નો આકાર આપો.
  8. આવી રીતે બધી ક્વિનોઆ ખાંડવી તૈયાર કરો.
  9. ઉપર થી રાઈ, લીમડા નો વઘાર કરો.
  10. ને કોથમીર, કોપરા ના ખમણ થી ગાર્નિશ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર