હોમ પેજ / રેસિપી / ચટ પટ્ટુ ચીઝ નું શાક

Photo of Cheese tikka in rich gravy by Ankita Tahilramani at BetterButter
385
3
0.0(0)
0

ચટ પટ્ટુ ચીઝ નું શાક

Sep-18-2018
Ankita Tahilramani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટ પટ્ટુ ચીઝ નું શાક રેસીપી વિશે

ચટ પટ્ટુ ચીઝ નું શાક ખૂબ જ ઝડપ થી બને એવું શાક છે. અહિ મે ગ્રેવી મા જેટલી સામગ્રી પડે, એ મિક્સર મા ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લીધી છે. રેસટ્રાંઉરન્ટ જેવો ટેસ્ટ આવે છે, તો અચુક ટ્રાય કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પીસવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ડુંગળી 2 નંગ
  2. ટામેટા 3 નંગ
  3. લસણ 5-7 કળી
  4. અદરક 1/2 ઇંચ કટકો
  5. લીલા મરચા - 2
  6. આખા ગરમ મસાલા (૧/4 ટુકડો ત્તજ , 1 તમાલ પત્ર, 2 લવિંગ, 1 ઈલાયચી, 2 કાળા મરી, 1 આખું સુંકેલૂ મરચું)
  7. કસ્તુરી મેથી 1 નાની ચમચી
  8. નમક સ્વાદ અનુસાર
  9. લાલ મરચું પાવડર 1 નાની ચમચી
  10. ચપટી હરદળ
  11. આમચૂર પાવડર 1 નાની ચમચી
  12. સુકા ધાણા પાવડર 1/2 નાની ચમચી
  13. કિચન કિંગ મસાલા 1 નાની ચમચી
  14. ગરમ મસાલા પાવડર 1/2 નાની ચમચી
  15. તેલ 2 ટેબલ સ્પૂન
  16. દૂધ ની મલાઈ 1 મોટી ચમચી
  17. ચીઝ 50 ગ્રામ
  18. જીના સમારેલા કોથમીર પત્તા

સૂચનાઓ

  1. સૌથી પહેલા ડુંગળી, લસણ, ટામેટા, અદરક, લીલા મરચા ને મિક્સર મા નાખી હલાવો ને પેસ્ટ તૈયાર કરો.
  2. હવે તેલ ગરમ કરવા મૂકો.
  3. તેલ ગરમ થઈ જાય એટલે આખા ગરમ મસાલા નાખો.
  4. 30 સેકેનડ પછી તેમાં તૈયાર કરેલ પેસ્ટ નાખો.
  5. 3-4 મિનીટ સુધી તેને સતત ચલાવતા રહો અને ચડવા દયો જયાં સુધી તેલ બહાર નાં નીકળી આવે.
  6. હવે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, નમક, હરદર ,કિચન કિંગ મસાલા, ગરમ મસાલા પાવડર , આમચૂર પાવડર નાખો અને હલાવો.
  7. હવે દૂધ ની મલાઈ અને કસ્તુરી મેથી નાખો.
  8. પછી 1 મિનીટ સુધી ચડવા દો.
  9. જરૂર મુજબ પાણી 1 મોટો ચમચો નાખો.
  10. કોથમીર નાં પત્તા નાખો.
  11. હવે ચીઝ ને નાના નાના સ્ક્વેર કટકા કરી ગ્રેવી મા નાખો અને સર્વ કરો ગરમ રોટલી કે નાન સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર