Open in app

ચટ પટ્ટુ ચીઝ નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Ankita Tahilramani18th Sep 2018

Cheese tikka in rich gravy ના વિશે

Ingredients to make Cheese tikka in rich gravy in gujarati

  • ડુંગળી 2 નંગ
  • ટામેટા 3 નંગ
  • લસણ 5-7 કળી
  • અદરક 1/2 ઇંચ કટકો
  • લીલા મરચા - 2
  • આખા ગરમ મસાલા (૧/4 ટુકડો ત્તજ , 1 તમાલ પત્ર, 2 લવિંગ, 1 ઈલાયચી, 2 કાળા મરી, 1 આખું સુંકેલૂ મરચું)
  • કસ્તુરી મેથી 1 નાની ચમચી
  • નમક સ્વાદ અનુસાર
  • લાલ મરચું પાવડર 1 નાની ચમચી
  • ચપટી હરદળ
  • આમચૂર પાવડર 1 નાની ચમચી
  • સુકા ધાણા પાવડર 1/2 નાની ચમચી
  • કિચન કિંગ મસાલા 1 નાની ચમચી
  • ગરમ મસાલા પાવડર 1/2 નાની ચમચી
  • તેલ 2 ટેબલ સ્પૂન
  • દૂધ ની મલાઈ 1 મોટી ચમચી
  • ચીઝ 50 ગ્રામ
  • જીના સમારેલા કોથમીર પત્તા

How to make Cheese tikka in rich gravy in gujarati

  1. સૌથી પહેલા ડુંગળી, લસણ, ટામેટા, અદરક, લીલા મરચા ને મિક્સર મા નાખી હલાવો ને પેસ્ટ તૈયાર કરો.
  2. હવે તેલ ગરમ કરવા મૂકો.
  3. તેલ ગરમ થઈ જાય એટલે આખા ગરમ મસાલા નાખો.
  4. 30 સેકેનડ પછી તેમાં તૈયાર કરેલ પેસ્ટ નાખો.
  5. 3-4 મિનીટ સુધી તેને સતત ચલાવતા રહો અને ચડવા દયો જયાં સુધી તેલ બહાર નાં નીકળી આવે.
  6. હવે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, નમક, હરદર ,કિચન કિંગ મસાલા, ગરમ મસાલા પાવડર , આમચૂર પાવડર નાખો અને હલાવો.
  7. હવે દૂધ ની મલાઈ અને કસ્તુરી મેથી નાખો.
  8. પછી 1 મિનીટ સુધી ચડવા દો.
  9. જરૂર મુજબ પાણી 1 મોટો ચમચો નાખો.
  10. કોથમીર નાં પત્તા નાખો.
  11. હવે ચીઝ ને નાના નાના સ્ક્વેર કટકા કરી ગ્રેવી મા નાખો અને સર્વ કરો ગરમ રોટલી કે નાન સાથે.

Reviews for Cheese tikka in rich gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese tikka in rich gravy in gujarati