હોમ પેજ / રેસિપી / ઓટ્સ અને ઘઉં નાં લોટ ની મીઠી મોયની

Photo of Oats and wheat flour sweet pancakes by Ankita Tahilramani at BetterButter
402
1
0.0(0)
0

ઓટ્સ અને ઘઉં નાં લોટ ની મીઠી મોયની

Sep-18-2018
Ankita Tahilramani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટ્સ અને ઘઉં નાં લોટ ની મીઠી મોયની રેસીપી વિશે

આ વાનગી નો જન્મ બપોર નાં મીઠુ ખાવા ની ઇચછા થી થઈ. કંઇક મીઠુ ખાઉં હોય ને ફ્રીઝ મા પડેલી ગુલાબ જામૂંન ની ચાસણી પડેલી જોઇયે એટ્લે કંઇક નવું બનાવાની ટ્રાય કરીયે. પણ મને નતી ખબર કે આ વાનગી આટલી ટેસ્ટી બનશે. મઝા ની વાત તો એ છે કે આમાં તૈયારી નો સમય તેમજ બનાવાનો સમય ફક્ત 15 મિનીટ જેટલું થાય છે. તો ચાલો જોઇયે કેવી રીતે બનાવીશું મોયની :yum:

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સિંધી
  • શેલો ફ્રાય
  • પીસવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ઓટ્સ 1/2 કપ
  2. ઘઉં નો લોટ 1/2 કપ
  3. ખાંડ 1 અને 1/2 કપ
  4. પાણી 1/2 કપ ચાસણી બનાવા
  5. ઈલાયચી પાવડર 1 નાની ચમચી
  6. કેસર 5-6 તાંતણા
  7. ઘી તળવા માટે
  8. પાણી પેસ્ટ તૈયાર કરવા માટે જરૂર મુજબ
  9. દૂધ 2 મોટા ચમચા

સૂચનાઓ

  1. એક તરફ ખાંડ અને પાણી, કેસર ને એક તપેલા મા નાખી એક તાર ચાસણી તૈયાર કરો.
  2. બીજી તરફ ઓટસ ને મિક્સર મા દળી નાખો અને પાવડર તૈયાર કરો.
  3. હવે એક તરફ મોટા વાટકા મા ઓટસ પાવડર, ઘઉં નો લોટ,ઈલાયચી પાવડર, દૂધ, અને ચાસણી નાખી હલાવો.
  4. જરુર મુજબ પાણી નાખી પાતળો ઘૉલ તૈયાર કરો.
  5. બીજી તરફ એક નોન સ્ટીક તવો લ્યો એનાં પર 2 મોટા ચમચા ઘી નાખો ને ગરમ કરો.
  6. હવે તેનાં પર અલગ અલગ કૂકી કટર નાં શેપસ મૂકો.
  7. હવે તૈયાર ધોલ આ શેપસ ની અંદર નાખો અને 2 મિનીટ માટે ધીમા તાપ પર પાકવા દયો.
  8. હવે પકડ થી આ કૂકી કટર ના શેપસ લઇ લો અને 1 મિનીટ સુધી હજી પકવા દયો.
  9. હવે તેને બીજી તરફ પલટાવો અને 2 મિનીટ સુધી પકવા દયો જયાં સુધી સોનેરી કોફી જેવો કલર થઈ જાય.
  10. હવે ધીમે થી તૈયાર મોયની ને ટીસયૂ પેપર પર ઉતારી ને ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર