ભાખરવડી સમોસા | Bhakharvadi Samosa Recipe in Gujarati

  ના દ્વારા Dhara Shah  |  18th Sep 2018  |  
  5 ત્યાંથી 1 review રેટ કરો
  • Photo of Bhakharvadi Samosa by Dhara Shah at BetterButter
  ભાખરવડી સમોસાby Dhara Shah
  • તૈયારીનો સમય

   20

   મીની
  • બનાવવાનો સમય

   20

   મીની
  • પીરસવું

   2

   લોકો

  12

  1

  ભાખરવડી સમોસા

  ભાખરવડી સમોસા Ingredients to make ( Ingredients to make Bhakharvadi Samosa Recipe in Gujarati )

  • લોટ બનાવા માટે:
  • ૧ કપ મેંદો
  • ૧/૪ કપ રવો
  • ૧ ચમચી મીઠું
  • ૧ ચમચો તેલ
  • પાણી લોટ બાંધવા માટે
  • સ્ટફિંગ તૈયાર કરવામાં:
  • ૧ મધ્યમ કદ નું બાફેલું કાચું કેળું
  • ૧/૨ કપ બાફેલા વટાણા
  • ૧ ચમચી લીલા મરચાં, જીણા સમારેલા
  • ૧ ચમચી કોથમીર, બારીક સમારેલી
  • ૧ ૧/૨ ચમચી જીરૂ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી આમચૂર
  • મીઠું સ્વાદાનુસાર
  • બીજી સામગ્રી:
  • તલ
  • તેલ તળવા માટે

  How to make ભાખરવડી સમોસા

  1. એક બાઉલ માં લોટ ની બધી સામગ્રી મિક્સ કરી થોડો કઠણ લોટ બાંધો ને ૧૦ મિનિટ સાઇડ માં મૂકી દયો.
  2. બીજા એક બાઉલ માં સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી દયો ને સાઇડ માં મૂકી દયો.
  3. હવે ૧૦ મિનિટ પછી લોટ ને સરખો કુણવી ને ૨ સરખા ભાગ માં વેંચો.
  4. હવે એક ભાગ લઈ એને રોટલી ની જેમ વણી લ્યો.
  5. ને બધી કિનારી કટ કરી ચોરસ આકાર આપો.
  6. હવે સ્ટફિંગ નું એક ભાગ લઈ સરખી માત્રા માં એની ઉપર લગાવો.
  7. અને એક એન્ડ થી બીજા એન્ડ સુધી રોલ કરો.
  8. હવે તેને છરી થી કટ કરતા જાઓ, એટલે ભાખરવડી જેવું લાગશે.
  9. આવી રીતે બધા ભાખરવડી સમોસા તૈયાર કરો.
  10. હવે તેની ઉપર તલ લગાવી ગરમ તેલ માં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળો.
  11. ને ટિસ્યુ પેપર પર કાઢી લ્યો.
  12. તો તૈયાર છે ગરમા ગરમ ભાખરવડી સમોસા, સોસ સાથે સર્વ કરો.

  Reviews for Bhakharvadi Samosa Recipe in Gujarati (1)

  Avani Desai2 years ago

  જવાબ આપવો