Photo of Bhakharvadi Samosa by Dhara Shah at BetterButter
90
13
0.0(1)
0

Bhakharvadi Samosa

Sep-18-2018
Dhara Shah
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. લોટ બનાવા માટે:
  2. ૧ કપ મેંદો
  3. ૧/૪ કપ રવો
  4. ૧ ચમચી મીઠું
  5. ૧ ચમચો તેલ
  6. પાણી લોટ બાંધવા માટે
  7. સ્ટફિંગ તૈયાર કરવામાં:
  8. ૧ મધ્યમ કદ નું બાફેલું કાચું કેળું
  9. ૧/૨ કપ બાફેલા વટાણા
  10. ૧ ચમચી લીલા મરચાં, જીણા સમારેલા
  11. ૧ ચમચી કોથમીર, બારીક સમારેલી
  12. ૧ ૧/૨ ચમચી જીરૂ
  13. ૧/૨ ચમચી હળદર
  14. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  15. ૧/૨ ચમચી ગરમ મસાલો
  16. ૧/૨ ચમચી આમચૂર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. બીજી સામગ્રી:
  19. તલ
  20. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ માં લોટ ની બધી સામગ્રી મિક્સ કરી થોડો કઠણ લોટ બાંધો ને ૧૦ મિનિટ સાઇડ માં મૂકી દયો.
  2. બીજા એક બાઉલ માં સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી દયો ને સાઇડ માં મૂકી દયો.
  3. હવે ૧૦ મિનિટ પછી લોટ ને સરખો કુણવી ને ૨ સરખા ભાગ માં વેંચો.
  4. હવે એક ભાગ લઈ એને રોટલી ની જેમ વણી લ્યો.
  5. ને બધી કિનારી કટ કરી ચોરસ આકાર આપો.
  6. હવે સ્ટફિંગ નું એક ભાગ લઈ સરખી માત્રા માં એની ઉપર લગાવો.
  7. અને એક એન્ડ થી બીજા એન્ડ સુધી રોલ કરો.
  8. હવે તેને છરી થી કટ કરતા જાઓ, એટલે ભાખરવડી જેવું લાગશે.
  9. આવી રીતે બધા ભાખરવડી સમોસા તૈયાર કરો.
  10. હવે તેની ઉપર તલ લગાવી ગરમ તેલ માં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળો.
  11. ને ટિસ્યુ પેપર પર કાઢી લ્યો.
  12. તો તૈયાર છે ગરમા ગરમ ભાખરવડી સમોસા, સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Avani Desai
Sep-24-2018
Avani Desai   Sep-24-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર