હોમ પેજ / રેસિપી / ચીઝ પૉપર્સ

Photo of Cheese Poppers by Shraddha Patel at BetterButter
643
3
0.0(0)
0

ચીઝ પૉપર્સ

Sep-18-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ પૉપર્સ રેસીપી વિશે

આ ડીશ તમે સ્ટાર્ટર્સ તરીકે તેમજ સાંજે નાસ્તા મા પણ લઇ શકો છો. આ ડીશ ચીઝી હોવાથી ચીઝ લવર્સ ને ખુબજ મજા પડશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • બાફવું
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ મોઝરેલા ચીઝ
  2. બે ચમચી બારીક સમારેલા તીખા મરચા
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. એક કપ અમેરિકન મકાઈ ના દાણા
  5. અડધો કપ બ્રેડ ક્રમ્બ્સ
  6. ત્રણ ચમચી મેંદો
  7. પાણી જરૂર મુજબ
  8. તળવા માટે તેલ
  9. ઓરેગાનો એક ચમચી
  10. એક ચમચી ચીલી ફ્લેક્સ
  11. અડધો કપ ટોમેટો કેચપ
  12. બે ચમચી મિન્ટ મેયોનીઝ

સૂચનાઓ

  1. મકાઈ ને બાફી ને તેના દાણા કાઢી લો.
  2. હવે એક બોલ મા છીણેલું મોઝરેલા ચીઝ લો.
  3. તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચપટી મીઠું, બાફેલી મકાઈ ના દાણા અને બારીક સમારેલા મરચા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  4. હવે આ મિશ્રણ માંથી નાના નાના બોલ્સ બનાવી લો.
  5. એક વાટકા મા મેંદો અને જરૂર મુજબ પાણી લઇ સ્લરી બનાવો.
  6. તૈયાર કરેલ બોલ્સ ને સ્લરી મા ડુબાડી ત્યારબાદ બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળો.
  7. હવે આ બોલ્સ ને ગરમ તેલ મા ક્રિસ્પી એવા તળી લો.
  8. સર્વિંગ પ્લેટ મા ટોમેટો કેચપ પાથરો.
  9. તેના પર બોલ્સ મૂકો અને તેના પર મેયોનીઝ ના ડ્રોપ્સ મૂકો. તો તૈયાર છે ચીઝ પૉપર્સ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર