રસવાળા ખમણ ઢોકળાં | Juicy Khaman dhokla Recipe in Gujarati

ના દ્વારા Dhara Shah  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Juicy Khaman dhokla recipe in Gujarati, રસવાળા ખમણ ઢોકળાં, Dhara Shah
રસવાળા ખમણ ઢોકળાંby Dhara Shah
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  18

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

રસવાળા ખમણ ઢોકળાં વાનગીઓ

રસવાળા ખમણ ઢોકળાં Ingredients to make ( Ingredients to make Juicy Khaman dhokla Recipe in Gujarati )

 • ૧ કપ બેસન
 • ૧ ચમચો રવો
 • ૧/૪ ચમચી હળદર
 • ૧ ચમચી મીઠું
 • ૧ કપ પાણી
 • ૧ પેક ઇનો
 • રસો બનાવા માટે:
 • ૧ ચમચી તેલ
 • ૧ ચમચી રાઈ
 • ચપટી હિંગ
 • ૧ ગ્લાસ પાણી
 • ૧/૨ ચમચી હળદર
 • ૧ ચમચી લાલ મરચું પાવડર
 • ૧ ચમચી ધાણાજીરું પાવડર
 • ૧ ચમચી મીઠી ચટણી
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧ ચમચો બનાવેલા ખમણ ઢોકળાં નો ભુક્કો

How to make રસવાળા ખમણ ઢોકળાં

 1. સૌ પ્રથમ ખમણ ઢોકળા બનાવા, ઇનો સિવાય ના બધી સામગ્રી મિક્સ કરી દયો ને ૫ મિનિટ બાજુ માં મૂકી દયો.
 2. હવે ગરમ સ્ટીમર થાય એટલે તેમાં ઇનો નાખી તરત જ તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ માં ખીરું વેરો ને ૧૦ મિનિટ સુધી પકવો.
 3. ઢોકળા તૈયાર છે, એના ચોરસ કટકા કરી લ્યો.
 4. હવે એક પેન માં રાઈ ને હિંગ નો વઘાર કરી તેમાં પાણી ઉમેરો.
 5. બધા મસાલા ને મીઠી ચટણી ઉમેરો.
 6. ખમણ ઢોકળા નો ભુક્કો થોડોક ઉમેરો.
 7. ને હવે તેમાં બધાં ઢોકળાં ઉમેરો ને ગરમ ગરમ તરત સર્વ કરો.

Reviews for Juicy Khaman dhokla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો