મોનેકો સેવપુરી | Moneco Sevpuri. Recipe in Gujarati

ના દ્વારા Khushboo Doshi  |  18th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Moneco Sevpuri. by Khushboo Doshi at BetterButter
મોનેકો સેવપુરીby Khushboo Doshi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  4

  લોકો

6

0

મોનેકો સેવપુરી

મોનેકો સેવપુરી Ingredients to make ( Ingredients to make Moneco Sevpuri. Recipe in Gujarati )

 • 1 પેકેટ સોલ્ટેડ મોનેકો
 • 1 થી 2 મીડીયમ બટેકા
 • ૨ કેપ્સીકમ (optional)
 • ૨ થી ૩ મિડીયમ સાઈઝ નાં કાંદા
 • ૨ થી ૩ મિડીયમ સાઈઝ નાં ટમેટા
 • ૧ નાની કાકડી / ગાજર(optional)
 • બારીક સમરેલ લીલા મરચાં/ લીલા મરચા ની પેસ્ટ જરૂર મુજબ
 • ૧ નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી
 • 1 ટે. સ્પૂન આમલી ની ચટણી
 • લસણની ચટણી
 • 1 ટે. સ્પૂન ચાટ મસાલો
 • 1 ટે. સ્પૂન દાડમ ના દાણાં
 • મીઠુ
 • ચીઝ
 • બારીક સમારેલ કોથમીર
 • નાયલોન સેવ

How to make મોનેકો સેવપુરી

 1. સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેકાને મેશ કરી લો.
 2. હવે એક ડીશ માં બારીક કાંદા, ટમેટા અને લીલા મરચાં કાપી લો.
 3. હવે મેશ કરેલ બટેકામાં બારીક સમારેલ કાંદા ટમેટા અને લીલા મરચાં નાખી મીક્સ કરી લો.
 4. તેમા લીલી ચટણી, ખજૂર આમલી ની ચટણી ,લસણ ની ચટણી અને થોડુ ચીઝ નાખી લો અને બરાબર સ્પેટ્યૂલા ની મદદથી મીક્સ કરી લો.
 5. પછી તેમા ચાટ મસાલો, મીઠુ નાંખી બરોબર હલાવી લો.અને આ મિક્ચર ને સાઇડ પર મૂકી દો.
 6. હવે એક ડીશ માં મોનેકો બીસ્કીટ લો અને તેના પર બનાવેલ મિક્સચર બતાવ્યા મુજબ ચમચી વડે મૂકી દો.
 7. હવે તેના પર બીજૂ મોનેકો ગોઠવી સેવ થી રોલ કરી લો.અને આ રીતે બીજા મોનેકો સેવ પૂરી રેડી કરો
 8. હવે બીજા પણ આ રીતે રેડી થઇ જાય એટલે સર્વીંગ પ્લેટ માં સર્વ કરો .તો રેડી છે મોનેકો સેવ પૂરી તરત જ બનાવી સર્વ કરવા.

My Tip:

નોંધ આ મોનેકો સેવ પૂરી ખાવાના સમય પર જ બનાવો નહી તો હવાઈ જશે.

Reviews for Moneco Sevpuri. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ