હોમ પેજ / રેસિપી / મોનેકો સેવપુરી

Photo of Moneco Sevpuri. by Khushboo Doshi at BetterButter
0
2
0(0)
0

મોનેકો સેવપુરી

Sep-18-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોનેકો સેવપુરી રેસીપી વિશે

આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 પેકેટ સોલ્ટેડ મોનેકો
  2. 1 થી 2 મીડીયમ બટેકા
  3. ૨ કેપ્સીકમ (optional)
  4. ૨ થી ૩ મિડીયમ સાઈઝ નાં કાંદા
  5. ૨ થી ૩ મિડીયમ સાઈઝ નાં ટમેટા
  6. ૧ નાની કાકડી / ગાજર(optional)
  7. બારીક સમરેલ લીલા મરચાં/ લીલા મરચા ની પેસ્ટ જરૂર મુજબ
  8. ૧ નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી
  9. 1 ટે. સ્પૂન આમલી ની ચટણી
  10. લસણની ચટણી
  11. 1 ટે. સ્પૂન ચાટ મસાલો
  12. 1 ટે. સ્પૂન દાડમ ના દાણાં
  13. મીઠુ
  14. ચીઝ
  15. બારીક સમારેલ કોથમીર
  16. નાયલોન સેવ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેકાને મેશ કરી લો.
  2. હવે એક ડીશ માં બારીક કાંદા, ટમેટા અને લીલા મરચાં કાપી લો.
  3. હવે મેશ કરેલ બટેકામાં બારીક સમારેલ કાંદા ટમેટા અને લીલા મરચાં નાખી મીક્સ કરી લો.
  4. તેમા લીલી ચટણી, ખજૂર આમલી ની ચટણી ,લસણ ની ચટણી અને થોડુ ચીઝ નાખી લો અને બરાબર સ્પેટ્યૂલા ની મદદથી મીક્સ કરી લો.
  5. પછી તેમા ચાટ મસાલો, મીઠુ નાંખી બરોબર હલાવી લો.અને આ મિક્ચર ને સાઇડ પર મૂકી દો.
  6. હવે એક ડીશ માં મોનેકો બીસ્કીટ લો અને તેના પર બનાવેલ મિક્સચર બતાવ્યા મુજબ ચમચી વડે મૂકી દો.
  7. હવે તેના પર બીજૂ મોનેકો ગોઠવી સેવ થી રોલ કરી લો.અને આ રીતે બીજા મોનેકો સેવ પૂરી રેડી કરો
  8. હવે બીજા પણ આ રીતે રેડી થઇ જાય એટલે સર્વીંગ પ્લેટ માં સર્વ કરો .તો રેડી છે મોનેકો સેવ પૂરી તરત જ બનાવી સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર